ખ્વાબ અંતાણી રોલર સ્કેટિંગમાં નેશનલ ચેમ્પિયન: પગમાં ઇજા હોવા છત્તા રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું ....
- 18 Apr, 2024
અમદાવાદ શહેરના સ્કેટિંગ ખેલાડી ખ્વાબ અંતાણીએ પગમાં ઇજા હોવા છતાં સતના ખાતે યોજાયેલી રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું. મળતી માહિતી મુજબ તેમને આ ઇજાઓ પ્રેક્ટિસ દરમિયાન થઈ હોવા છત્તા આ ચેમ્પીયન શીપ માં ભાગ લઇને વિજય મેળવ્યો હતો . તાજેતરમાં સતના, મધ્યપ્રદેશ ખાતે સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા(SGFI)ના ઉપક્રમે યોજાયેલી 67મી નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના ખ્વાબ અંતાણીએ અન્ડર-17 વયજૂથની 1000 mtr રીંક રેસમાં ગોલ્ડ તેમજ 3000 mtr રોડ રેસમાં સિલ્વર મેડલ મેળવી રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સ્પીડ સ્કેટિંગની અલગ અલગ ઇવેન્ટ્સમાં અનેક વખત રાજ્યસ્તર પર વિજેતા રહી ચૂકેલા ખ્વાબ સ્પીડ સ્કેટિંગની તાલીમ અમદાવાદમાં રાઈઝીંગ સ્ટાર એકેડેમીના હેડકોચ ઈન્દ્રજીત રાજપૂત પાસે લઇ રહ્યા છે જેમણે ખ્વાબને સ્પીડ સ્કેટિંગની રાજ્ય તેમજ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરવા મહેનત કરી હતી . આ ઉપરાંત ખ્વાબ 2023-24ના વર્ષમાં ગુજરાત સ્ટેટ રોલર સ્કેટીંગ એસોસીએશન દ્વારા યોજાયેલી 43મી રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપમાં સ્કેટીંગની અલગ અલગ ઈવેન્ટમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સ્ટેટ ચેમ્પિયન તેમજ CBSE બોર્ડ દ્વારા યોજાયેલી રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપમાં ઝોન ચેમ્પિયન બન્યા હતા
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ