:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કિર્ગિસ્તાનમાં યોજાઈ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ અંજૂ - હર્ષિતાને કુસ્તીમાં મળ્યો સિલ્વર મેડલ

top-news
  • 15 Apr, 2024

ભારતની મહિલા રેસલર અંજૂ અને હર્ષિતાએ એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં પોત પોતાના વજનવર્ગમાં શાનદાર દેખાવ કરીને ફાઈનલમાં બીજો ક્રમ મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ અનુભવી સરિતા મોરનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થતા તે બહાર થઈ ગઈ હતી. નેશનલ ટ્રાયલ્સમાં 53 કિ.ગ્રા. વર્ગમાં વિનેશ ફોગાટને હરાવીને ચર્ચામાં આવેલી રેલવેની રેસલર અંજૂએ ફિલિપાઈન્સની આલિયા રોઝ ગાવલેઝ અને શ્રીલંકાની નેથમી અહિંસા ફર્નાન્ડો સામે તકનિકી શ્રેષ્ઠ દેખાવના આધારે જીત મેળવી હતી.

સેમિફાઈનલમાં અંજૂએ ચીનની ચેન લેઈ સામે પડકાર મળ્યો હતો પરંતુ તે 9-6થી મુકાબલો જીતવામાં સફળ રહી હતી.ગોલ્ડ મેડલ માટે ફાઈનલમાં અંજૂનો સામનો કોરિયાની જિ હયાંગ કિમ સામે થયો હતો જેમાં તે આશ્ચર્યજનક રીતે એકપણ પોઈન્ટ હાંસલ કરી શકી નહતી અને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. દરમિયાન ભારતની અન્ય રેસલર હર્ષિતાએ ફાઈનલ સુધીની સફરમાં ફક્ત ત્રણ અંક ગુમાવ્યા હતા.

તેણે ઉઝબેકિસ્તાનની ઓઝોદા ઝરીપબોએવાને તકનિકી શ્રેષ્ઠતાના આધારે (13-3) માત આપી હતી. કઝાકિસ્તાનની અનાસ્તાસિયા પાનાસોવિચને 5-0થી હરાવવામાં સફળ રહી હતી. ફાઈનલમાં ચીનની કિયાન જિયાંગ સામે 2-5થી હારતા ગોલ્ડ ગુમાવ્યો હતો. સરિતાનો પ્રથમ બાઉટમાં મોંગોલિયાની ગંટુયા એનખબાત સામે 4-8થી પરાજય થયો હતો. ત્યારબાદ એનખબાત પણ સેમિફાઈનલમાં હારતા ભારતીય રેસલર માટે રેપચેઝનો વિકલ્પ બંધ થઈ ગયો હતો. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎