:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

IPL 2024-ટુર્નામેન્ટનું સ્થળ બદલાઇ શકે છે..!!! 7 એપ્રિલ પછી રમાનાર બીજા સત્રની રમતો UAEમાં થવાની શક્યતા ...

top-news
  • 16 Mar, 2024

IPL 2024ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ક્રિકેટની સૌથી રોમાંચક ટુર્નામેન્ટ IPLનું સ્થળ બદલાઈ શકે છે. આ લાખો ભારતીય ચાહકો, જેઓ લાઈવ મેચ જોવાની રાહ જોઈ રહ્યા હતા તેમનાં માટે મોટો ઝટકો હોઈ શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને IPL 2024નું સ્થળ બદલાઈ શકે છે. BCCIના સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. આ ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા ટુર્નામેન્ટનું આયોજન સ્થળ બદલાઈ શકે છે.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને IPLનું માત્ર 17 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આમાંથી એક પણ મેચ દિલ્હીમાં યોજાવાની ન હતી. આજે સાંજે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે IPLના બીજા સત્રનું સ્થળ બદલાઈ શકે છે. IPLનું બીજું સત્ર 7 એપ્રિલ પછી રમાશે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સત્ર ભારતમાં નહીં પરંતુ UAEમાં રમાઈ શકે છે.

ભારતમાં રમાતી સૌથી લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બીસીસીઆઇ દ્વારા આયોજિત થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન ભારતની બહાર યોજાઈ શકે છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, હા, અમે આઈપીએલના આયોજનમાં આવનારી મુશ્કેલીઓથી વાકેફ છીએ. અમારે ઈંગ્લેન્ડ સામે શ્રેણી યોજવાની છે અને તે પછી સામાન્ય ચૂંટણી છે. ત્યારબાદ જૂનમાં વર્લ્ડ કપ યોજાવાનો છે. પરંતુ અત્યારે કંઈપણ પ્લાન કરવું ખૂબ જ વહેલું ગણાશે. અમારું ધ્યાન ઓક્ટોબરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનું સફળતાપૂર્વક આયોજન કરવા પર છે. ડિસેમ્બર-જાન્યુઆરી સુધી જ કોઈ પણ બાબતે નિર્ણય લઈ શકાય.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎