:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ભારતને મળી એશિયન વેઈટલિફ્ટિંગની યજમાની: પહેલી વખત થનાર ચેમ્પિયનશીપનું આયોજન ગુજરાતમાં ....

top-news
  • 14 Mar, 2024

ભારતીય વેઈટલિફિટંગ મહાસંઘના અધ્યક્ષ સહદેવ યાદવ અનુસાર ઉઝબેકિસ્તાન એશિયન ચેમ્પિયનશીપ દરમિયાન તેમણે એશિયાઈ વેઈટલિફ્ટિંગ માટે બોલી લગાવી છે. જેને મંજુરી પણ આપી દીધી છે.

ભારતને પહેલી વખત એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની મળી છે. આ ચેમ્પિયનશીપ કરાવવા માટે ગુજરાત આગળ આવ્યું છે. આ ચેમ્પિયનશીપમાં 2026માં અમદાવાદ કે પછી ગાંધીનગરમાં આયોજન કરવામાં આવશે.

ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવના જણાવ્યા અનુસાર, તાશ્કંદ (ઉઝબેકિસ્તાન)માં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન તેણે એશિયન વેઈટલિફ્ટિંગ માટે બોલી લગાવી હતી, જેને મંજુર કરવામાં આવી હતી.

સોમવારે, તેમણે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અશ્વની કુમાર સમક્ષ ચેમ્પિયનશિપ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સ્વીકારવામાં આવ્યો હતો.ગુજરાત સરકારે આશ્વાસન આપ્યું કે, તેના તરફથી ચેમ્પિયનશીપનો તમામ ખર્ચો ઉઠાવવામાં આવશે. જેમાં 50 હજાર અમેરિકી ડોલરની બોલીનો ખર્ચ સામેલ છે.

ભારત આ ચેમ્પિયનશીપ 2018માં કરાવવાનું હતુ પરંતુ આયોજન થઈ શક્યું નહિ. અત્યારસુધી દેશમાં સીનિયર એશિયાઈ વેઈટલિફ્ટિંગ આયોજન થયું નહિ. સહેદેવનું કહેવું છે કે, આ ચેમ્પિયનશીપ બાદ 2027ની વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે બોલી લગાવવામાં આવશે.

એશિયાઈ ચેમ્પિયનશીપમાં ચીન,ઈન્ડોનેશિયા, ઉત્તર કોરિયા, જાપાન જેવા વેટલિફ્ટિંગના પાવરહાઉસ દેશ ભાગ લેશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎