ટીમ ઈન્ડીયા માટે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના : જય શાહ : ટેસ્ટ ક્રિકેટ ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પૈસા મળશે
- 09 Mar, 2024
ટેસ્ટ ક્રિકેટને દેશમાં પ્રોત્સાહન આપવા તેમજ ખેલાડીઓનો ટેસ્ટ મેચ રમવા માટેનો જુસ્સો વધારવા માટે બીસીસીઆઈ દ્વારા મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4-1થી પરાજય આપતા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ભારતની ટેસ્ટ ટીમ માટે મોટી જાહેરાત કરી હતી.
જય શાહે કહ્યું કે હવે ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પૈસા પણ મળશે. જય શાહ દ્વારા એક પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેને ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના નામ આપવામાં આવ્યું છે.શાહે કહ્યું કે મને ભારતની પુરુષ ટેસ્ટ ટીમના ખેલાડીઓ માટે 'ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના' શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે, જેનો ઉદ્દેશ આપણા ખેલાડીઓને વધારે પૈસા આપવાનો છે.
2022-23ની સિઝનથી શરૂ કરીને 'ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ સ્કીમ' ટેસ્ટ મેચ માટે હાલની રૂ.15 લાખની મેચ ફી ઉપરાંત વધારાના આર્થિક લાભો પણ મળશે. ટેસ્ટ મેચ માટેની ફી 15 લાખ રૂપિયા છે, પરંતુ જે ખેલાડી એક સિઝનમાં 75 ટકાથી વધુ મેચ રમનારને મેચ દીઠ 45 લાખ રુપિયા મળશે જ્યારે ટીમમાં સામેલ સભ્યને મેચ દીઠ 22.5 લાખ રૂપિયા મળશે.
જે ખેલાડી 50 ટકા એટલે કે સિઝનમાં લગભગ 5 અથવા 6 મેચ રમે છે, તેને મેચ દીઠ 30 લાખ રૂપિયા મળશે. સાથે જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થનાર ખેલાડીને મેચ દીઠ 15 લાખ રૂપિયા મળશે. સાથે જ જો કોઈ ખેલાડી સિઝનમાં 9 ટેસ્ટ અને 4 કે તેથી ઓછી મેચ રમે છે તો તેને કોઈ પ્રોત્સાહન નહીં મળે. માત્ર મેચ ફી પ્રતિ મેચ 15 લાખ રૂપિયા રહેશે.
ટેસ્ટ ક્રિકેટરો માટે આ સારા સમાચાર એવે સમયે આવ્યાં છે કે જ્યારે ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી લીધી છે. આ જીત બાદ તરત તેમને મોટો લાભ મળ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ