:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

BCCI એ ટેસ્ટ રમતા ખેલાડીઓની ફીમાં કર્યો વધારો : ક્રિકેટરોને મેચ માટે ₹15 લાખની સાથે બોનસ પણ મળશે...

top-news
  • 28 Feb, 2024

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના ટેસ્ટ રમતા ખેલાડીઓની ફી વધારવાનો નિર્ણય લીધો છે. હાલમાં દરેક ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે.જ્યારે બીસીસીઆઇએ આઈપીએલ બાદ ખેલાડીઓની ટેસ્ટ મેચ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી . એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને એક ODI માટે 6 લાખ રૂપિયા અને T-20 મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે.

BCCIએ ખેલાડીઓની ફી વધારવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જો આગામી બેઠકમાં આ યોજનાને મંજૂરી મળી જશે તો બીસીસીઆઈના કરારબદ્ધ ખેલાડીઓને નવા માળખા પ્રમાણે પગાર આપવામાં આવશે . આ પગાર વધારો બીસીસીઆઈએ રેડ બોલ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હોવાનું વિગતો પરથી જાણવા મળ્યું છે.

હાલમાં જ બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓને લઈને ચેતવણી આપી હતી. બોર્ડે કહ્યું હતું કે જે ખેલાડીઓ ફિટ છે અને રાષ્ટ્રીય ટીમનો ભાગ નથી તેમણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. આ હોવા છતાં, ઇશાન કિશન, કૃણાલ પંડ્યા અને દીપક ચહર જેવા ખેલાડીઓએ તેમના રાજ્ય માટે રણજી ટ્રોફી મેચ રમી ન હતી.

ઈશાન, કૃણાલ અને ચહરે ફેબ્રુઆરીમાં જ આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી હતી. ઈશાન મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે, પંડ્યા લખનૌ સુપરજાયન્ટ્સ માટે રમે છે અને ચહર ચેન્નાઈ સુપરકિંગ્સ માટે રમે છે.BCCIના અધિકારીએ જણાવ્યું કે, 'નવું પગાર માળખું IPL પછી લાગુ થઈ શકે છે.

આમાં જો ખેલાડી એક વર્ષમાં ટીમ સાથે તમામ ટેસ્ટ સિરીઝ રમે છે તો તેને બોનસ પણ મળશે. વાર્ષિક પગાર અને મેચ ફી ઉપરાંત તેને પૈસા પણ આપવામાં આવશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી ખેલાડીઓ રેડ-બોલ ક્રિકેટ રમવામાં વધુ રસ દાખવે. આ સાથે ખેલાડીઓને ટેસ્ટ રમવામાં વધુ ફાયદો થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎