:
Breaking News
મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત ગુસ્સે થયા: આરજેડી MLA રેખા દેવીના ભાષણ પર વ્યક્ત કર્યો વાંધો, વિધાનસભામાં મહિલા ધારાસભ્ય પર કરી આ ખરાબ ટિપ્પણી, જુઓ VIDEO. નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?.

WFIએ 10 -11 માર્ચે ટીમની પસંદગી કરવાનું નક્કી કર્યું : UWWએ પ્રતિબંધ ઉઠાવ્યો , મંત્રાલયે WFIનું સસ્પેન્સન બરકરાર રાખ્યું ...

top-news
  • 26 Feb, 2024

રેસલિંગ ફેડરેશન છેલ્લા એક વર્ષથી વિવાદોમાં છે. વિવાદો મુખ્યત્વે બ્રિજભૂષણ શરણ પ્રમુખ અને મહિલા કુસ્તીબાજો વચ્ચે ચાલતો હતો. એવામાં તેમણે ભારતીય ટીમની પસંદગી કરવા માટે રાષ્ટ્રીય ટ્રાયલ બોલાવી છે. 10 અને 11 માર્ચે યોજાનારી ટ્રાયલ્સમાં એશિયન ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક ક્વોલિફાયર માટે ભારતીય ટીમની પસંદગી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જોકે વિવાદ બાદ ફેડરેશને તેના લેટર હેડમાંથી 'સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા માન્ય' લાઇનને હટાવી દીધી છે. બીજી તરફ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા ગઠિત એડહોક કમિટીએ પટિયાલામાં યોજાનારી અંડર-23 નેશનલ ચેમ્પિયનશિપને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.ચૂંટણી બાદ રમત મંત્રાલયે WFIને સસ્પેન્ડ કરી દીધું છે

 મંત્રાલયના નિર્દેશ પર ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને એડહોક કમિટીની રચના કરી છે. હવે બંને સમાંતર કામ કરી રહ્યા છે.11 દિવસ પહેલા, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગએ ભારતીય રેસલિંગ ફેડરેશનને શરતી રીતે પુનઃસ્થાપિત કર્યું હતું. વિશ્વ સંસ્થાએ કહ્યું હતું કે WFIએ 1 જુલાઈ, 2024 સુધીમાં ફેડરેશન માટે ફરીથી ચૂંટણી યોજવી પડશે.

એટલું જ નહીં, ખેલાડીઓની ભાગીદારીમાં ભેદભાવ નહીં કરવાની લેખિત બાંયધરી પણ આપવી પડશે.યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પાસેથી સસ્પેન્શન હટાવી લીધું હોવા છતાં, ભારતીય રમત મંત્રાલય WFIને સસ્પેન્ડ કરવાનું ચાલુ રાખે છે અને ભારતીય ઓલિમ્પિક સમિતિની એડ-હોક સંસ્થાની સમાંતર કામ કરી રહી છે.

કેન્દ્રીય રમત મંત્રાલયે ચૂંટણી બાદ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની નવી સંસ્થાને સસ્પેન્ડ કરી દીધી છે. 24 ડિસેમ્બરે મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનને રેસલિંગ ફેડરેશનની બાબતોનું સંચાલન કરવા માટે એડ-હોક કમિટી બનાવવા માટે પણ કહ્યું હતું અને IOA એ એડ-હોક કમિટી પણ બનાવી છે.

21 ડિસેમ્બરના રોજ, ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં, સંજય સિંહે પ્રમુખ પદ માટે કોમનવેલ્થ ચેમ્પિયન કુસ્તીબાજ અનિતા શિયોરાનને 33 મતોથી હરાવ્યા હતા. સંજયને 40 વોટ મળ્યા, જ્યારે અનિતાને માત્ર 7 વોટ મળ્યા.સંજય સિંહના પ્રમુખ બનવાના વિરોધમાં દિગ્ગજ કુસ્તીબાજ મેદાનમાં ઉતર્યા હતા. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎