:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ભારત એશિયા ચેમ્પિયનશિપની ફાઈનલમાં : ભારતે જાપાનને સેમી ફાઇનલમાં હરાવ્યું ...

top-news
  • 17 Feb, 2024

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતની દીકરીઓએ એ કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ ભારતીય બેડમિન્ટન ખેલાડીએ કર્યું ન હતું. બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. આજે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતની 17 વર્ષીય ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ જાપાની જોડીને 3-2થી હરાવી હતી. આ સાથે ભારતીય ટીમ આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

ભારત પ્રથમ વખત આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા, ન તો પુરૂષોની ટીમ અને ન તો મહિલા ટીમ આવું કરી શકી હતી. ત્રિશા અને ગાયત્રીની જોડીએ વિશ્વની 6 નંબરની જોડી અને પૂર્વ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન શિડા અને માત્સુયામાને 21-17, 16-21, 22-20થી હરાવી હતી. 

ભારત તરફથી વિશ્વની 23મા ક્રમાંકની જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ અને વિશ્વમાં નંબર 53ની જોડી અશ્મિતા ચલિહા અને 17 વર્ષીય અનમોલ ખરાબે પ્રથમ ડબલ્સમાં અને પછી નિર્ણાયક સિંગલ્સમાં જીત મેળવીને ભારતને ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચાડ્યું હતું. ફાઇનલમાં ભારતનો સામનો થાઇલેન્ડ સામે થશે અને આ ટાઇટલ મેચ આવતીકાલે રમાશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎