ગાંધીનગર : રાજ્ય સરકારે ગિફ્ટ સીટીમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી અંગેની ગાઈડલાઈન કરી જાહેર
- 26 Dec, 2023
ગિફ્ટ સિટીમાં દારુના સેવનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગિફ્ટ સીટીમાં લિકર પરમિટને લઈને નિયમ જાહેર થયા છે. જે હેઠળ દારુનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં. જ્યારે પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી આપવી પડશે. 21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે. ઉપરાંત અધિક્રૃત અધિકારી પાસેથી પરમિટ લેવી પડશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે.
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈ નિયમો જાહેર
- લિકર પિરસનાર હોટેલ, ક્લબોએ FL3 લાયસન્સ લેવુ પડશે
- લાયસન્સ ધારકે દારૂના જથ્થાના ખરીદ-વેચાણના હિસાબ રાખવા પડશે
- સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ રાખવુ પડશે
- જે સ્થળ પર લિકર સેવનની પરવાનગી હશે તેના સિવાયના સ્થળે લિકર સેવન કરી શકાશે નહીં
- ગિફ્ટ સિટીમાં દારૂ સેવન માટે અધિકૃત અધિકારીઓ જ આ પરમિશન આપશે
- અધિકૃત મુલાકાતીઓજ દારૂનું સેવન કરી શકશે
- હેલ્થ પરમીટ, વિઝિટર પરમિટવાળા લોકો જ દારૂનું સેવન કરી શકશે
- 21 વર્ષ ઉપરના વ્યક્તિને જ પરવાનગી મળી શકશે
- અન્ય રાજ્યના નાગરિકો અને મુલાકાતીઓને પરવાનગી મળી શકશે
- દારૂના સેવન બાદ વાહન નહીં ચલાવી શકાય
- પરમીટ ધારકે પરમીટના દસ્તાવેજ સાથે રાખવા પડશે
- પરમીટ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું પડશે
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ