સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધા ઉપર એસઓજીનો દરોડો, કુડાસણ રિલાઇન્સ ચોકડી પાસે ધમધમી રહ્યા સ્પાના નમે દેહવ્યાપારના ધંધા
- 07 Dec, 2023
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં સ્પાની આડમાં દેહ વેપાર શરૃ થઈ ગયો છે ત્યારે કુડાસણના રાધે સ્ક્વેર કોમ્પ્લેક્સમાં એની ધ સ્પામાં પણ બહારથી જરૃરિયાતમંદ યુવતીઓને બોલાવી દેહ વ્યાપાર કરવામાં આવતો હોવાની બાતમીના પગલે ગાંધીનગર એસઓજીની ટીમે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. જેમાં મેનેજર અને અમદાવાદની મહિલા સામે ઇમોરલ ટ્રાફિક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે સ્પા અને મસાજ સેન્ટરો ખુલી ગયા છે ત્યારે તેમાં દેહ વેપાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જેના પગલે ગેરકાયદેસર રીતે ચાલતા આવા મસાજ સેન્ટરો સામે કડક હાથે કામ લેવા માટે પોલીસ દોડી રહી છે અને ગાંધીનગર જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસથી પોલીસ દ્વારા અલગ અલગ સ્પા અને મસાજ સેન્ટરોમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્પની ટીમને બાતમી મળી હતી કે કુડાસણમાં આવેલા રાધે સ્ક્વેર કોમ્પ્લેક્સના ત્રીજા માળે એની ધ સ્પાની આડમાં મહિલા સંચાલિકા બહારથી જરૃરિયાતમંદ યુવતીઓને બોલાવીને તેમની પાસે દેહ વિક્રયનો ધંધો કરાવી રહી છે જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં ડમી ગ્રાહકો મોકલીને દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મેનેજર દ્વારા રૃપિયા લઈને ગ્રાહકને રૃમમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ સ્થળેથી ચાર જેટલી મહિલાઓ મળી આવી હતી. જેમની પૂછપરછ કરીને પોલીસ દ્વારા તેમને રવાના કરી દેવામાં આવી હતી બીજી બાજુ સ્પા મેનેજર તેમજ તેની સંચાલિકા અમદાવાદમાં રહેતી મહિલા પગાર ઉપર યુવતીઓને રાખીને વેપાર કરાવતી હોવાના બહાર આવ્યું હતું. જેથી તેમની સામે ઇમોરલ ટ્રાફિક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ