:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ, સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયાઃ સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશી

top-news
  • 29 Nov, 2023

ચીનમાં અણધારી આફતે કોહરામ મચાવ્યા બાદ હવે અમદાવાદ સિવિલમાં પણ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ બનાવાયા છે. ચીનમાં ફેલાયેલી અણધારી બિમારીને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે. નોંધનિય છે કે, ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ પણ આ અજાણી બીમારીને લઈ નિવેદન આપ્યું છે. રાકેશ જોશીએ કહ્યું કે, આ એક ન્યુમોનિયા ટાઇપનો જ રોગ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા છે. આ સાથે તેમણે કહ્યું કે, ચીનમાં ફેલાતા રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યા છીએ. બાળકોમાં H9N2 કેસ અને શ્વાસ સંબંધી રોગો પર નજર રખાઇ રહી છે. જેને લઈ સાવચેતીના ભાગરૂપે સિવિલમાં વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે. 

સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરનો પૂરતો જથ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોમાં ફેફસાંમાં બળતરા, આકરો તાવ જણાય તો ડૉક્ટરને બતાવો. ઉધરસ અને શરદી જેવાં લક્ષણો જણાય તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. આ સાથે તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલોમાં તમામ તૈયારી કરવામાં આવી છે. તેમજ જરૂર જણાયે આઈસોલેશન વોર્ડ શરૂ કરાશે. રાકેશ જોશીએ કહ્યું કે, આ રોગ ભારતમાં આવે એવું નથી લાગતું. છતા પણ આપણે એનો સામનો કરવા સજ્જ છીએ.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎