:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

ચીનમાં રહસ્યમયી બિમારી, ગુજરાત સરકાર પણ સતર્ક બની, સૌથી વધુ બાળકો બની રહ્યા છે શિકાર, હોસ્પીટલોમાં ઓક્સિજન સહિતની સુવિધા પર વિશેષ ધ્યાન

top-news
  • 28 Nov, 2023

 ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક બની છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીયઆરોગ્ય મંત્રાલયની સુચના બાદ રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે. મહત્વનું છે કે, હાલ દેશમાં આ રોગથી કોઈ ખતરો નથી છતા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. રાજ્ય સરકારે હોસ્પિટલમાં જરુરી બેડ, દવાઓ, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સુચના આપી છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું છે.   શ્વાસની બિમારીને લઈ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા કહ્યું હતું.

આ દરમિયાન હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જેમાં જરૂરી બેડ, દવાઓ અને ઓક્સિજન સહિતની સામગ્રી તૈયાર રાખવા સૂચના અપાઈ છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું તો તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું ઓડિટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે વેન્ટિલેટર, PPE કીટનો સ્ટોક ઉપલબ્ધ રાખવા સૂચના પણ અપાઈ છે. .  ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં આ બીમારીથી હજુ સુધી કોઈ મૃત્યું નોંધાયું નથી.

ગુજરાત કે ભારતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોવિડ સમયે સૌ કોઈ ડરી ગયા છતાં આપત્તતિમાંથી નીકળી ગયા છે. ફરીથી કોઈ આવી આપત્તિ આવે તેમ લાગતું નથી. આપત્તિ આવશે તો પણ એનો સામનો કરવા આપણે સૌ સજ્જ છીએ.   ચીનમાં વધુ એક રહસ્યમય બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે.

તેવામાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. બીજી તરફ ભારત સરકાર પણ આ મામલે અત્યારથી જ સતર્કતા દાખવી રહી છે અને આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎