:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગુજરાતના મંત્રી ભીખુસિંહ પરમારના વિવાદિત મુદ્દે રાજકારણમાં ગરમાવો કાળાજાદૂ વિધેયક પસાર થયા બાદ જાણો એવું તે શું કહ્યું કે નિવેદન ચર્ચાનો વિષય બન્યો

top-news
  • 26 Aug, 2024

હાલમાં જ વિધાનસભાના ચોમાસું સત્રમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા  કાળા જાદુ- અંધશ્રદ્ધા દૂર કરવા કાયદો ઘડવા અંગે વિધેયક પસાર કર્યું હતું , ત્યારે બીજી બાજુ,  ભાજપ સરકારના મંત્રી જ ભુવાને સમર્થન આપતાવિવાદીત નિવેદન આપતા ચર્ચાનો વિષય બન્યા છે .

બનાવની વિગત મુજબ રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની થોડાક  દિવસો પહેલાં  તેમના  નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે બ્રેઈનસ્ટ્રોક આવતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ સજાતો થઈ ગયા છે પરંતુ તેમણે એક વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે એવું જણાવ્યું હતું કે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો ત્યારે દવાથી નહિ, બલ્કે ભુવાની વિધિથી તેઓ ઝડપથી સાજા થઈ ગયા હતા.વધુ માં વિધિને લીધે જ હોસ્પિટલમાંથી જલ્દી રજા મળી. અને કહ્યું કે દવા કરતાં દુઆ વધારે કામ આવી હતી.


તાજેતરમાં જ વિધાનસભા સત્રમાં જ કાળા જાદુ, અંધશ્રદ્ધા દૂર કરવાને લઈ વિધેયક પસાર કરવામાં આવ્યુ છે. ગૃહરાજ્યમંત્રી એ અંધશ્રધ્ધા-કાલાજાદુ જેવી વિધિને પ્રોત્સાહન આપશે તેની સામે કડક પગલાં લેવાશે અને વધુમાં આ વિધેયકમાં 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ગુનાની દોષિત વ્યક્તિને 6 મહિનાથી ઓછી ન હોય એટલી પણ 7 વર્ષ સુધીની કેદની અને 5 હજાર રૂપિયાથી ઓછા નહીં પણ 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કાળાજાદુનો ગુનો બિન જામીનપાત્ર ગણવામાં આવ્યો છે.

એવામાં  સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ભુવાઓની પ્રશંશા કરી વિવાદ છેડયો છે એ કેટલું યોગ્ય ગણાય ? ખુદ સરકારના જ મંત્રી સરકારના કાયદાનો વિરોધ કરે તો પછી અન્યની વાત જ ક્યાં કરવી રહી ..!!!