ગુજરાતના મંત્રી ભીખુસિંહ પરમારના વિવાદિત મુદ્દે રાજકારણમાં ગરમાવો કાળાજાદૂ વિધેયક પસાર થયા બાદ જાણો એવું તે શું કહ્યું કે નિવેદન ચર્ચાનો વિષય બન્યો
- 26 Aug, 2024
હાલમાં જ વિધાનસભાના ચોમાસું સત્રમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કાળા જાદુ- અંધશ્રદ્ધા દૂર કરવા કાયદો ઘડવા અંગે વિધેયક પસાર કર્યું હતું , ત્યારે બીજી બાજુ, ભાજપ સરકારના મંત્રી જ ભુવાને સમર્થન આપતાવિવાદીત નિવેદન આપતા ચર્ચાનો વિષય બન્યા છે .
બનાવની વિગત મુજબ રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની થોડાક દિવસો પહેલાં તેમના નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે બ્રેઈનસ્ટ્રોક આવતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ સજાતો થઈ ગયા છે પરંતુ તેમણે એક વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે એવું જણાવ્યું હતું કે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો ત્યારે દવાથી નહિ, બલ્કે ભુવાની વિધિથી તેઓ ઝડપથી સાજા થઈ ગયા હતા.વધુ માં વિધિને લીધે જ હોસ્પિટલમાંથી જલ્દી રજા મળી. અને કહ્યું કે દવા કરતાં દુઆ વધારે કામ આવી હતી.
તાજેતરમાં જ વિધાનસભા સત્રમાં જ કાળા જાદુ, અંધશ્રદ્ધા દૂર કરવાને લઈ વિધેયક પસાર કરવામાં આવ્યુ છે. ગૃહરાજ્યમંત્રી એ અંધશ્રધ્ધા-કાલાજાદુ જેવી વિધિને પ્રોત્સાહન આપશે તેની સામે કડક પગલાં લેવાશે અને વધુમાં આ વિધેયકમાં 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ગુનાની દોષિત વ્યક્તિને 6 મહિનાથી ઓછી ન હોય એટલી પણ 7 વર્ષ સુધીની કેદની અને 5 હજાર રૂપિયાથી ઓછા નહીં પણ 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કાળાજાદુનો ગુનો બિન જામીનપાત્ર ગણવામાં આવ્યો છે.
એવામાં સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ભુવાઓની પ્રશંશા કરી વિવાદ છેડયો છે એ કેટલું યોગ્ય ગણાય ? ખુદ સરકારના જ મંત્રી સરકારના કાયદાનો વિરોધ કરે તો પછી અન્યની વાત જ ક્યાં કરવી રહી ..!!!