અમદાવાદમાં જળબંબાકાર, અત્ર,, તત્ર.. સર્વત્ર... પાણી-પાણી ...... સરેરાશ 6 ઈંચ વરસાદ, હજી પણ ભારે વરસાદની આગાહી
- 26 Aug, 2024
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ વચ્ચે અનેક જિલ્લાઓમાં મેહુલિયો મનમૂકીને વરસી રહ્યો છે ,એવામાં ગત રાત્રિએ અમદાવાદમાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. આંકડાની વાત કરીએ તો અમદાવાદના દરેક વિસ્તારમાં લગભગ 6 ઈચ જેટલો વરસાદ ખબક્તા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ જવા પામી હતી .
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ફરી એકવાર વરસાદે બેફામ વરસતાં મોડી રાતે લગભગ 6 ઈંચ જેટલો ખાબક્યો હતો. મણિનગર, ઓઢવમાં પણ આવી જ સ્થિતિ માં જોવા મળી. ડ્રેનેજ વ્યવસ્થા બંધ હોવાને કારણે રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાશીએ મોડી રાતે ફરિયાદો કરવી પડી હતી.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદ નગર વેજલપુર, બોપલ, સરખેજ, પાલડી, વાસણા, વાડજ, નવા વાડજ, અખબાર નગર, ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે નાગરિકોને ભારે હાલાકી થઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા મીઠખળી, અખબારનગર સહિતના અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે .