ચાલો આ નવરાત્રીએ મહાકાળીના દર્શને જાણો યાત્રાધામ પાવાગઢ પહોંચવા માટે શું કરવામાં આવી છે અદ્ભુત વ્યવસ્થા..
- 10 Aug, 2024
એક સમય એવો હતો, જ્યારે પાવાગઢ મંદિરે દર્શન કરવા જવું હોય તો હિંમત માગી લે, ભક્તો મંદિરે દર્શન કરવા જવા માટે વહેલી સવારથી જ પગથિયાં ચડવા લાગતા જેથી આરતીના સમય સુધી દર્શન કરવા પહોંચી શક્તા હતા , જેનું મુખ્ય કારણ મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને પોણાત્રણ હજાર કરતાં પણ વધુ પગથિયાં ચડવા પડતાં હતા. તેથી રાજ્ય સરકારે 1986ની સાલથી પાવાગઢમાં રોપ-વેની સુવિધા શરૂ કરી જેથી ભક્તોને ઘણી રાહત મળી હતી .
તાજેતરમાં પ્રાપ્ત સમાચાર મુજબ શક્તિપીઠ પાવાગઢ જતા ભક્તો માટે બીજા સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે 38 વર્ષ પછી નિજ મંદિર સુધી પહોંચવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેને લઇને હવે ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી છે. તેથી માત્ર 40 સેકન્ડમાં જ મહાકાળી માના દર્શન કરી શકશે. સરકારની મંજૂરી બાદ 'યાત્રાધામ વિકાસ બોર્ડ' દ્વારા આ લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે અને નવરાત્રી પહેલા પૂર્ણ થવાની સંભાવના છે . જેની માટે ડુંગર પણ ખોદવામાં આવ્યો હતો.
હાલ કામગીરી પુરા જોશથી ચાલી રહી છે , અને ટુંક સમયમાં કાર્ય પૂર્ણ કરાશે.પ્રોજેક્ટની ટાઇમલાઇન પ્રમાણે ફક્ત છ મહિના પછી જ લિફ્ટ શરૂ થઈ જશે. આ માટે સત્તાવાર રીતે સરકારની મંજૂરી લેવી પડતી હોવાથી બોર્ડે એની મંજૂરી મેળવ્યા બાદ 22 ફેબ્રુઆરી, 2023ના રોજ લિફ્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે હાલ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. જેથી હવે માઈ ભક્તોને વધુ રાહ જોવી નહીં પડે અને એક પણ પગથિયું ચડ્યા વગર મંદિરે પહોંચાશે, આ લિફ્ટ બન્યા બાદ એક સાથે ૪૦ ભક્તો દર્શન કરવા જઇ શકે તેવી સગવડ કરવામાં આવી છે.