:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

રાજકોટ અગ્નિકાંડ મામલામાં મોટો નિર્ણય: અગ્નિકાંડના આરોપીઓનો કેસ કોઈ જ વકીલ લડશે નહીં, બાર એસોસિએશને લીધો મહત્વનો નિર્ણય

top-news
  • 27 May, 2024

રાજકોટનાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં બાર એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે. બાર એસોસિએશને નક્કી કર્યું છે કે આ કેસને કોઈ પણ વકીલ લડશે નહિં. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 33 લોકોનાં મૃત્યુ થયાં છે. આગ વિકરાળ હોવાથી થોડી જ મિનિટોમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો. મૃતકો અત્યંત ખરાબ રીતે દાઝી ગયા હોવાથી તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દુર્ઘટનાને કારણે રાજકોટના સ્થાનિક સત્તાવાળાઓ, ગેમ ઝોનના માલિકો, જવાબદાર અધિકારીઓથી લઈને ગુજરાત સરકાર સામે સવાલો ઊઠી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આટલી વિકરાળ આગ અંતે લાગી કઈ રીતે. 

ગુજરાત સરકારે આગનાં કારણોની તપાસ માટે એસઆઈટી બનાવી છે. જાણકારો કહે છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનમાં સિમેન્ટ કોંક્રીટનું બાંધકામ જ નહોતું. ફાયર બ્રિગેડનું કહેવું છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ ફાયર સેફ્ટી અંગેની પરવાનગી નહોતી લીધી. હવે સવાલ એ થાય છે કે જો ફાયર સેફ્ટીની પરવાનગી નહોતી લીધી તો પછી આ ગેમ ઝોનનું સંચાલન કેવી રીતે થતું હતું અને જો થતું હતું તો તેને રોકવાનો પ્રયાસ કેમ ન થયો?

પોલીસે આ મામલે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે 6 આરોપીઓનાં નામજોગ અને તપાસમાં જેમનાં નામ ખુલે તે તમામ સામે આઈપીસી કલમ 304, 308, 337, 338, 114, મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો પૈકી ધવલ કૉર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર તથા રેસ વે ઍન્ટર્પ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સામે તપાસ શરૂ કરી છે. પોલીસ એફઆઈઆરમાં જણાવાયું છે, આ તમામ ઇસમોએ આશરે 50 મીટર પહોળું તથા આશરે 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ ઊંચું લોખંડ અને પતરાનું ફૅબ્રિકેશનની મદદથી માળખું ઊભું કરીને તેમાં ગેમ ઝોન બનાવી દીધો હતો. પોલીસ એફઆઈઆરમાં એમ પણ જણાવાયું છે કે આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવાં કોઈ અસરકારક ફાયર સેફ્ટીનાં સંસાધનો રાખ્યા વગર કે ફાયર બ્રિગેડની એનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવવામાં આવતો હતો.

એફઆઈઆરમાં જણાવાયું છે કે આ ગેમ ઝોનના સંચાલકોને તેમની જગ્યામાં સાદી કે ગંભીર ઈજા કે માનવ મૃત્યુ થવાની સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખીને ગુનો કર્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે જે. એસ. પાર્ટી પ્લોટ તથા આશુતોષ પાર્ટી પ્લોટ પર સંયુક્તપણે ધવલ કૉર્પોરેશનના પ્રોપરાઇટર અને રેસ વે ઍન્ટર્પ્રાઇઝના ભાગીદારો ટીઆરપી ગેમ ઝોન તરીકે ઉપયોગ કરીને ઇન્ડોર અને આઉટડોર ગેમની પ્રવૃત્તિ ચલાવતા હતા. જેમાં ઇન્ડોર ગેમ ઝોનનો વિભાગ બેથી ત્રણ માળ જેટલું ઊંચું અને આશરે 60 મીટર લાંબુ તથા આશરે 50 મીટર પહોળું ફૅબ્રિકેશનના સ્ટ્રક્ચર પર ચારેબાજુ પતરાથી કવર કરીને બનાવવામાં આવ્યું હતું.

આ ટીઆરપી ગેમ ઝોન સંપૂર્ણ ફૅબ્રિકેશનના સ્ટ્રક્ચર પર બનેલું હોવાનું જણાઈ આવે છે. જેમાં બેઝ તરીકે લોખંડની ઍન્ગલો અને ગેલ્વેનાઇઝનાં પતરાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ વિભાગોમાં ગેમ ઝોન બનાવાયો હતો અને તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક વાયરિંગ તેમજ ઍરકંડિશનરનાં વેન્ટ લાગેલાં હતાં. આ આખા ઝોનમાં આગને રોકીને મનુષ્યજીવનને બચાવી રાખી શકાય તે માટે જરૂરી ફાયર સેફ્ટીનાં સાધનો કાર્યરત જ નહોતા.