:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

જાણો ત્રણ દિવસ કેવી પડશે ગરમી: રવિવારે બહાર જવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો, હવામાન વિભાગની છે આ ચેતવણી

top-news
  • 25 May, 2024

હાલ રાજ્યનાં અમદાવાદ સહિતનાં શહેરોમાં ભારે ગરમી પડી રહી છે. ત્યારે જો તમે આગામી ત્રણ દિવસમાં એટલે કે 25 મે, 26 મે અને 27 મે દરમિયાન જો ફરવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર ખાસ વાંચજો. આ સમયગાળા માટે હવામાન વિભાગે ખાસ ચેતવણી પણ આપી છે. તા.25 મેથી લઈ તા.27 મેનાં રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર સહિતનાં વિસ્તારોમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગરમીનાં પગલે હાલ ઘણા લોકો બીમાર પડી રહ્યાં હોવાના પણ અહેવાલો છે. 

તેમજ તા.28 અને 29 મેથી સમગ્ર રાજ્યમાં લોકો ગરમીથી રાહત લેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હજુ 3 દિવસ ગુજરાતમાં અગન વર્ષા જોવા મળશે. 



રાજ્યના મોટાભાગનાં શહેરોમાં 45 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી ચેતવણી આપવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. ચાર દિવસ બાદ તાપમાનામાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો.



ગરમીમાં રાહત મેળવવા આટલું કરો

બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું વધુમાં વધુ પ્રમાણમાં સેવન કરવું.
તાજા ફળો અને શાકભાજી ખાવાથી ગરમીમાં રાહત મેળવી શકાય છે.
બહાર જતી વખતે છત્રીટોપીસ્કાર્ફ સાથે રાખવા.
આચ્છા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં.
કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો.
ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.



વધુ ગરમીમાં શું ન કરવું જોઈએ

તીખું ખાવાનું ટાળવું.
આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવું.
ચા કોફી અને સોડાવાળા પીણાં પર નિયંત્રણ રાખવું.
લાંબો સમય તડકામાં ન રહેવું.