:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સંભાળજો.. !!! શહેરમાં પાંચ દિવસ ગરમીનું રેડ એલર્ટ: હવામાન વિભાગ દ્વારા શહેરીજનોને કામ સિવાય બિનજરૂરી 12 થી 3 દરમિયાન બહાર ન નીકળવાની કરી અપીલ

top-news
  • 21 May, 2024

દેશભરમાં જળવાયુ પરિવર્તનને કારણે હવામાનમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. હાલમાં કેટલાક ભાગોમાં આકાશ માંથી જાણે અગનગોળા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ  દિવસ માટે અમદાવાદીઓને માટે ચેતવણી જાહેર કરી છે.  એમાંય ખાસ શહેરીજનોને  ૨૪ મી મે અને ૨૫ મી મે દરમિયાન પોતાની ખાસ કાળજી લેવાની અપીલ કરી છે. 

અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી કામ સિવાય બિનજરૂરી રીતે બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગરમીના એલર્ટ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એડવાઈઝરી જારી કરી છે. બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ ન કરવા આદેશ કર્યો છે. સફાઈ કામદારોના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ફેક્ટરી સહિત ઓદ્યૌગિક શ્રમીકો માટે છાશ અને શરબતની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું. લાંબો સમય તડકામાં ન રહેવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં, ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો, નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓએ ઘરની અંદર રહેવુ અને વિશેષ સાવચેતી રાખવી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. 



હજુ આવનારા દિવસોમાં તાપમાનનો પારો 45ને પાર જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હીટવેવને પગલે ઝાડા, ઉલ્ટી, હાર્ટ એટેક અને સન બર્નના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ગરમીના લીધે થતા મૃત્યુ પાછળ અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ જવાબદાર હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. હાલ સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા ભયજનક લેવલને પાર કરી ચુકી છે. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવા માટે યુવી ઈન્ડેક્સનો ઉપયોગ થાય છે હાલ રાજ્યમાં યુવી ઈન્ડેક્સ 10ની આસપાસ નોંધાયો છે.

અમદાવાદમાં યુવી ઈન્ડેક્સ 10 નોંધાયુ છે આ ઉપરાંત આગામી 24 અને 24 મે ના યુવી ઈન્ડેક્સ 12 થવાની સંભાવના છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોના  સ્તર નિશ્ચિત સ્તર કરતા વધવાથી ડ્રિહાઈડ્રેશન, સનબર્ન, સન સ્ટ્રોક અને ચામડીને લગતા રોગો અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎