ગાજવીજ અને પવન સાથે વરસાદની ફરી એન્ટ્રી: અમદાવાદની સાથે ગાંધીનગર, આણંદ,ભરૂચ,સુરત, નવસારી,વલસાડ,દાહોદમાં મેઘરાજા મહેરબાન થશે
- 14 May, 2024
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર રાજ્યનો માહોલ ખુશનુમા થઈ ગયો હતો. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ કરી હતી. રાજ્યમાં ગઇકાલથીજ પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ હતી . હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદની આગાહી કરી છે . જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદની સાથે આણંદ,ભરૂચ,સુરત, નવસારી,વલસાડ,દાહોદમાં મેઘરાજા મહેરબાન થશે .ગઈકાલે મેઘરાજાના આગમન પહેલા રાજ્યના 7 શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો . તેમનું તાપમાન મુખ્યત્વે 40 ડિગ્રી પાર નોંધાયું, જેમાં સૌથી વધુ તાપમાન ડીસામાં 42.8 ડિગ્રી નોંધાયુ.જ્યારે અમદાવાદ 42.4 ડિગ્રી, ગાંધીનગર 41.8 ડિગ્રી.રાજકોટ 42.0 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી. વડોદરા 40.6 ડિગ્રી, કંડલા 40.4 ડિગ્રીરેકોર્ડ કરવામાં આવ્યું હતું .
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ