:
Breaking News
મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત ગુસ્સે થયા: આરજેડી MLA રેખા દેવીના ભાષણ પર વ્યક્ત કર્યો વાંધો, વિધાનસભામાં મહિલા ધારાસભ્ય પર કરી આ ખરાબ ટિપ્પણી, જુઓ VIDEO. નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?.

બિગબોસ ઓટીટી સીઝન-2ના વિજેતા... એલ્વીસની લાઇફ સ્ટાઇલથી પ્રભાવિત થઇ ગુજરાતના શાકીરે માગી હતી ખંડણી

top-news
  • 27 Oct, 2023

બિગ બોસ ઓટીટી સીઝન-2નો વિજેતા એલ્વીસ યાદવ પાસેથી એક કરોડની ખંડણીની માંગ કરનાર ગુજરાતના વડનગરના આરોપી શાકીર મકરાણીની ગુરૂગ્રામ પોલીસે ધરપકડ કરી છે.

આ મામલે શાકીરે પોલીસને જણાવ્યું હતું કે, તે એલ્વીસની લાઇફ સ્ટાઇલથી પ્રભાવિત હતો પોલીસે જણાવ્યું હતું કે એલ્વીસ યાદવ તેના મેનેજર સાથે દેશની બહાર ગયો હતો જયારે તે 17 ઓકટોબરે પાછો ફર્યો ત્યારે તેને વોટસએપ પર ધમકીભર્યા મેસેજ મળ્યા હતા અને ખંડણીની ઉઘરાણી કરી હતી.

બિગ બોસ ઓટીટી વિનર અને યુ ટ્યૂબ સ્ટાર એલ્વિશ યાદવને ધમકી મળી છે. અજાણ્યા ખંડણીખોરોએ એલ્વિશ યાદવને ફોન (Call) પર ધમકી આપી હોવાની વિગતો જાણવા મળી છે. ખંડણીખોરોએ એલ્વિસ પાસે રૂપિયા 1 કરોડની  રકમની ખંડણી માંગી છે. રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી અજાણ્યાઓએ ફોન પર આપતા એલ્વિશે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

બિગ બોસ OTT-2 ફેમ અને વિજેતા એલ્વિશ યાદવને ધમકી ભર્યા ફોન કોલ આવી રહ્યા હતા અને એક કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે એલ્વિશ એક યુટ્યુબર છે અને પોતાની લાઈફ સ્ટાઈલ અને મોંઘીદાટ ગાડીઓના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેક્ટર 53 થાણામાં 25 ઓક્ટોબરનાં રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, એલ્વિશને ફોન કોલ આવ્યો હતો અને એક કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ કોલ વજીરાબાદ ગામથી કરવામાં આવ્યો હતો. આ મામલે એલ્વિશની પ્રતિક્રિયા જાણવા મળી નથી.

યુટ્યુબર અને સોશિયલ મીડિયા સ્ટારે ગેરવસૂલીના કેસમાં ગુરુગ્રામ પોલીસની મદદ માંગી હતી. એલ્વિશ યાદવ ‘બિગ બોસ ઓટીટી 2’ જીત્યા બાદથી સતત ખબરોમાં છે. જણાવી દઇયે કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. શો પછી તેણે દુબઈમાં એક આલીશાન ઘર અને તેની લક્ઝુરિયસ ડ્રીમ કાર પણ ખરીદી હતી. આ ઉપરાંત તેણે ‘બિગ બોસ ઓટીટી 2’ જીત્યા પછી 25 લાખ રૂપિયાની ઈનામની રકમ પ્રાપ્ત થઇ નથી એમ જાહેર કર્યું હતુ. એલ્વિશ યાદવ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. વ્યવસાયિક રીતે એલ્વિશ યાદવ એક YouTuber અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેમની યુટ્યુબ ચેનલ એલ્વિશ યાદવ ઉપર હાલમાં લગભગ 14.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તેની એલ્વિશ યાદવ વ્લોગ્સ નામની બીજી YouTube ચેનલ ઉપર લગભગ 7.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. એલ્વિશ યાદવ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ એક્ટિવ છે, જેના પર તેના 16 મિલિયનથી વધુ ફોલોવર્સ છે.


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎