:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ધોરણ 10 ના પરિણામની તારીખ પણ જાહેર: 11મી મેના રોજ લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત,કભી ખુશી કભી ગમ ...

top-news
  • 09 May, 2024

 આજે ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે. ત્યારે ધોરણ 10 બોર્ડના પરિણામની તારીખ પણ સામે આવી ગઇ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 10નું પરિણામ બે દિવસ બાદ એટલે 11મી મેના રોજ શનિવારે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.મળતી માહિતી મુજબ લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત 11 મી મેના રોજ સવારે 8 વાગ્યે પરિણામ સાઈટ પર મુકવામાં આવતા થશે.

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ તમે ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશો. આ વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક નાખીને એન્ટર બટન દબાવવાનું રહેશે. ત્યારબાદ GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે. હવે તેને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો.



આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓના રિઝલ્ટ , પ્રમાણપત્રો અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.પરીક્ષા બાદ ગુણચકાસણી, ઓફિસ ચકાસણી, નામ સુધાર, ગુણ તૂટ, અસ્વીકાર અને પરીક્ષામાં ફેર હાજરી થવા માટેની જરુરી સૂચનાઓ સાથેનો પરિપત્ર, હવે પછીથી જાહેર કરવામાં આવશે. તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

ગુજરાતમા આ વર્ષે ધોરણ 10માં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. જ્યારે વર્ષ 2023માં ગુજરાત બોર્ડ 10નું  64.62 રિઝલ્ટ આવ્યુ હતુ.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎