:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

25 બેઠકો માટે 59.51 ટકા મતદાન: ગઈ વખત કરતાં 5 ટકા ઓછું થયું મતદાન

top-news
  • 08 May, 2024

7 મી મે ગઈકાલે ગુજરાત લોકસભાની 25 સીટ તેમજ વિધાનસભાની 5 સીટ માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું હતું. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 25 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. દિવસના અંતે ચૂંટણી બાદ ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ થયું હતું.. કાળઝાળ ગરમીને કારણે મતદારમાં નિરસતા જોવા મળી હતી. અને સરેરાશ મતદાન ઓછુ થવાની માહિતી મળી છે. 

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની  25 બેઠકો પર સરેરાશ 59.51 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં 5 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. મતદાન પૂર્ણ થવાના સમયે આ આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા હતા. જેમાં સૌથી વધુ વલસાડમાં 72.24 ટકા મતદાન જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા મતદાન થયું હતું.

ચૂંટણી પંચના દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીનું સરેરાશ મતદાન 62.48 ટકા જેટલુ નોંધાયુ છે. આમાં સૌથી વધુ વાઘોડીયા બેઠક પર 70.20 ટકા મતદાન નોંધાયુ છે. આ ઉપરાંત અન્ય બેઠકોની વાત કરીએ તો વિજાપુર વિધાનસભા બેઠક પર 64.04 ટકા મતદાન થયું, ખંભાત વિધાનસભા બેઠક પર 66.28 ટકા મતદાન થયુ, પોરબંદર વિધાનસભા બેઠક પર 57.99 ટકા મતદાન થયુ અને માણાવદર વિધાનસભા બેઠક પર 53.93 ટકા મતદાન નોંધાયુ હતુ.  

કચ્છમાં 54.45%, બનાસકાંઠામાં 66.10% મતદાન
પાટણમાં 56.21%,મહેસાણામાં 57.96% મતદાન
સાબરકાંઠામાં 63.04%, ગાંધીનગરમાં 59.19 % મતદાન
અમદાવાદમાં પૂર્વ 51.79 %, અમદાવાદ પશ્ચિમમાં 52.38 % મતદાન
સુરેન્દ્રનગરમાં 54.32%, રાજકોટમાં 59.60 % મતદાન
પોરબંદરમાં 51.76 %, જામનગરમાં 56.66 % મતદાન
જુનાગઢમાં 58.80 %, અમરેલીમાં 49.22 % મતદાન
ભાવનગરમાં 49.85 %, આણંદમાં 63.47 % મતદાન
ખેડામાં 55.34%, પંચમહાલમાં55.45 % મતદાન
દાહોદમાં 55.25%, વડોદરામાં 61.33 % મતદાન
છોટા ઉદેપુરમાં 66.13 %, ભરૂચમાં 68.75 % મતદાન
બારડોલીમાં 62.29%,નવસારીમાં 55.79 % મતદાન
વલસાડમાં 68.66% મતદાન નોંધાયું

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎