ગૃહમંત્રીએ ઢોલ - નગારા સાથે કર્યુ મતદાનઃ સુરતમાં અનેરો ઉત્સાહ...
- 07 May, 2024
ગુજરાતમાં આજે લોકશાહીનું પર્વ ઉજવાઇ રહ્યુ છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં મતદાન કર્યુ છે અને રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ મતદાન કર્યુ છે. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઢોલ નગારા સાથે પરિવાર સાથે મતદાન કર્યુ છે.રાજ્યના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પરિવાર સાથે ઢોલ નગારાની સાથે મતદાન કરવા નીકળ્યા હતાં. તેઓએ લોકોને અપીલ કરી હતી કે ઘરેથી નીકળી લોકો મતદાન કરે. સાથે તેઓએ હાથમાં થાળી લઈને પણ વગાડી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે નવસારી લોકસભામાં મતદાન કર્યુ છે. હર્ષ સંઘવી આજે સવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. તેઓ પરિવારની સાથે વાજતે ગાજતે મતદાન મથક પહોંચ્યા અને મતદાન કર્યું હતું.નોંધનીય છે કે, નવસારી લોકસભા મત વિસ્તારમા હર્ષ સંઘવી રહે છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સીઆર પાટીલ મેદાનમાં છે.
મતદાન પહેલા હર્ષ સંઘવીની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા. સંઘવીએ થોડા દિવસ પહેલા નવસારીમાં યોજાયેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ભવ્ય રોડ શોમાં પણ હાજરી આપી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ત્યારે કહ્યું હતુ કે, આ ચૂંટણી સામાન્ય નથી. મોદીજી અને દેશના નાગરીકો વચ્ચેના સંબંધની ચૂંટણી છે જ્યારે સામે પક્ષે કોંગ્રેસના જૂઠ્ઠાણાંની ચૂંટણી છે.
મતદાન બાદ હર્ષ સંઘવીએ આપેલ પ્રેસ ઇન્ટરવ્યૂમાં એક મૌલવી દ્વારા હિન્દૂ નેતાને મારી નાખવાની સોપારી લેવામાં આવી છે અને આ મૌલાવીની પકડવામાં આવ્યો છે તેના સંબંધમાં નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે પાકિસ્તાન સાથેના તેના સંબંધો સામે આવ્યાં છે. અને તેને હથિયાર અને એક કરોડ રૂપિયા પાકિસ્તાનથી આવવાના હતાજેની વિગતો પ્રાપ્ત થઈ હતી. ઉપરાંત ગૃહ મંત્રી એ લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ