આખરે નાણાંમંત્રીએ કોળી સમાજની માફી માંગી : મતદાન પૂર્વે માફી માંગતા મામલો સમેટાયો...
- 06 May, 2024
હાલની લોકસભાની ચુંટણીઓમાં રાજકીય પક્ષના નેતાઓ પોતાને સિદ્ધ કરવા માટે કોઇ પણ સ્તરે જવા માટે પાછળ પડતાં નથી કોઈ પણ ભોગે તેઓ પોતાને શ્રેષ્ટ સાબિત કરવાની હોડમાં પોતાના પ્રચાર દરમિયાન જોશમાં આવીને એવું કઈ બોલી જતાં હોય છે જેને લઈને પાછળથી તમને મુશ્કેલી પડી જાય છે . રાજકીય પક્ષો પ્રચાર દરમિયાન અન્ય પાર્ટી પર આરોપો કરવા માટે અનેક નેતાઓએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન આપેલા વિવાદાસ્પદ નિવેદનો હાલમાં રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે.
પહેલા મતદારો વચ્ચે જઈને કોઈ એક સમાજને સારુ લાગડવા અન્ય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપવા અને પછીથી વિવાદ વધતા માફી માગી લેવી તે હવે નેતાઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ મતદારો હવે નેતાઓના સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદનોને સાંખી લેવા માટે તૈયાર નથી. હાલમાં રાજકોટના ઉમેદવારના વિવાદાસ્પદ નિવેદનનો મામલો હજી શાંત પડ્યો નથી. એવામાં ભાજપના નાણા મંત્રીનો વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો વાઇરલ થયો છે .
આપણે પરષોત્તમ રુપાલાના નિવેદનને જોયુ. ત્યારે તેમના ઉદાહરણ બાદ પણ કોઈ નેતાએ શીખ ન લેતા અન્ય નેતાઓએ પણ સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા. જેમાં કનુ દેસાઈ પણ વિવાદાસ્પદ નિવેદન આપવાની લાઈનમાં જોડાયા છે.અને કોળી સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યા બાદ જોયુ કે, વિરોધ ખુબ વધી રહ્યો છે ત્યારે આજે તેમને કોળી સમાજની માફી પણ માગી અને સાથે આરોપ પણ લગાવ્યો કે તેમના વીડિયોની આ ક્લિપ અધુરી છે.
કનુ દેસાઈએ કહ્યું કે, હુ વર્ષોથી વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલો છું. સમાજની અનેક પ્રવૃતિઓ અમે સમાજ સાથે રહીને કરીએ છીએ. મારા ૧૪ એપ્રિલ ના સામાજિક સંમેલનમાં સાંજે 4 વાગે જે સભા થઈ હતી તેમાં વલસાડના સમગ્ર કોળી સમાજના આગેવાનો હતો. વલસાડની તડપદી ભાષામાં બોલવામાં આવેલી કહેવત છે જેનો મે ઉલ્લેખ કર્યો હતો. જેની ક્લિપ અધૂરી દર્શાવવામા આવી છે. અને મને ખાતરી છે કે, જો આ સંપૂર્ણ ક્લિપ જોવામા આવે તો કોઈની લાગણી દુભાય નહીં. છતા પણ મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હુ દીલથી માફી માગુ છું.
સુરેશ ભગવાનજી પટેલે જણાવ્યું હતુ કે, અત્યારે જે ક્લિપ ફરી રહી છે તે મીટીંગમાં પણ હાજર હતો અને ત્યાં આવું કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું તેવું અમને લાગ્ચુ નહી કેમકે આ અમારા સમાજની જુની અને જાણીતી કહેવત છે. ચૂંટણી ટાણે ઘણા લોકો આવુ બોલ્યા કરે છે. આને લઈને મારા સમાજમાં કોઈ જાતની તકલીફ નથી. અમે ક્લીપ જોયા પછી ખબર પડી કે લોકો તેને ખોટી રીતે લઈ રહ્યા છે.
કનુભાઈ દેસાઈ અમારા સમાજમાં ઘણા પ્રચલિત છે. અમારા સમાજમાં કોઈ સારો કે નબળો પ્રસંગ હોય તેઓ તેમાં હાજરી આપે છે. એટલા માટે અમારા અહીંના સમાજ કે કોળી સમાજમાં કોઈને તેનાથી કોઈ તકલીફ નથી. અને કોઈની લાગણી દુભાઈ નથી. મને લાગે છે તે વીડિયોમાં આખી ક્લિપ બતાવી જ નથી.
વલસાડના પારડીના ઓરવાડા ખાતે કોળી પટેલ સમાજના એક કાર્યક્રમમાં કનુ દેસાઈએ કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. ઉત્તમભાઈ પટેલના સંવાદો યાદ કરતા જણાવ્યું હતું કે, ઉત્તમભાઈ પટેલ કહેતા કે, ‘કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય’.કનુ પટેલના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈને કોળી સમાજના કેટલાક આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને કનુ પટેલના રાજીનામાની માગ કરી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ