એક એક વોટ અમૂલ્ય જો જો વેડફાઇ ન જાય : કાર્યકરોને પાટિલની રાજકીય શિખામણ ...
- 06 May, 2024
આવતીકાલે દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતની ૨૬ પૈકી ૨૫ લોકસભા બેઠકો તથા વિધાનસભાની પેટા ચૂંટણીની પાંચ બેઠકો માટેમતદાન થવા જઈ રહ્યું છે. દેશભરમાં ગરમીના પ્રકોપને જોતાં મતદાન મંગળવારે સવારે ૭થી સાંજના ૬ વાગ્યા દરમિયાન રાજ્યમાં પચાસ હજારથી વધુ મતદાન મથકો મતદાન થવાનું છે. જેથી વધુને વધુ નાગરિકો ઠડાં પહોરે મતદાન કરવા જઈ શકે આ મતદાન પૂર્વે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રાજ્યના તમામ મતદારોને મત આપવા માટે અપીલ કરી છે અને સાથે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તમે સૌ મતદાનની પવિત્ર ફરજ નિભાવશો જ !.
વધુમાં સી. આર. પાટિલે ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણાં દેશમાં સર્વાંગી વિકાસ અને વિકસિત ભારતનો યજ્ઞ આરંભ્યો છે, જેથી તમારો મત એ યજ્ઞમાં એક મૂલ્યવાન આહુતિ સાબિત થઈ શકે છે તેથી મતદાન અવશ્ય કરજો. પાટીલે જણાવ્યું છે કે, ૭મી મેના રોજ મત આપવા જાવ ત્યારે એક નજર તમારા સંતાનો કે એમના સંતાનો પર કરજો.. અને નક્કી કરજો કે તમારો મત એમનાં વધુ સલામત, વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે હશે. એક નજર તમારી બહેન પર, તમારી માતા પર.. અને એમને મળતા સન્માન, સલામતી, અધિકાર વિશે વિચારજો. તમારો મત એમના માટે હશે. વિતેલા દસ વર્ષોએ ભારતીય હોવાનું સન્માન અપાવ્યું છે. દુનિયામાં કોઇપણ ખૂણે અભિમાનપૂર્વક ‘આઇ એમ ફ્રોમ ઇન્ડિયા’ એવું કહી શકાય છે. તમારો મત ભારતીય હોવાના એ અભિમાનમાં વૃદ્ધિ માટે હશે.
‘તમે જ્યારે મત આપવા માટે EVMનું બટન દબાવો એ પહેલાં આંખ બંધ કરજો, આંખ સામે તમને અસંખ્ય કમળ દેખાશે. આ કમળ મા સરસ્વતી દેવીના આશીર્વાદ હશે,’ તેમ કહી પાટીલે ઉમેર્યું છે કે,‘ઘણાં લોકો એવું વિચારતા હોય છે કે અમે મત આપવા ન જઇએ તો ચાલે, અમારા એક મતથી શું ફર્ક પડે ?.’ દૂધ અને પાણીવાળી વાર્તા ટાંકીને એક મત રાષ્ટ્રહિત કેટલો મહત્વનો છે તે સમજાવ્યું હતું.
‘તમારા એક મતથી ખૂબ ફર્ક પડે છે,’ તેમ કહી ભાજપ પ્રમુખે ઉમેર્યું છે કે, ‘કારણ કે તમારો એક મત રાષ્ટ્ર માટે છે. તમારો એક મત નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત, તમારા, તમારા પરિવારના વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે છે. તમારા ભવિષ્યને નજર ના લાગે એના માટે છે.’
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ