:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ચુંટણી માટે શરૂ થયું ગુજરાતમાં પોસ્ટલ બેલેટ મતદાન : માતર, મહેમદાવાદ-ઠાસરામાં 166 મતદારોએ આપ્યા ઘરેબેઠા મત ..

top-news
  • 27 Apr, 2024

ગુજરાતમાં મતદાન ૭ મેના રોજ થવાનું છે,પરંતુ ચુંટણી પંચે સમગ્ર દેશના વયસ્કો તેમજ દિવ્યાંગ માટે ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે , જેથી તેમના આદેશ અનુસાર હાલમાં ગુજરાતમાં ૮૫ વર્ષથી વધુ ઉમરના તેમજ વિકલાંગ લોકોને ઘરેબેઠા મતદાન કરવવામાં આવી રહ્યું છે . જેમાં ખેડા બેઠક પર લોકસભાની ચૂંટણી માટે માતર, મહેમદાવાદ અને ઠાસરા વિધાનસભા મતવિસ્તારોના ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૧૦૯ અને ૪૦ ટકા કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ ૫૭ મતદારોઓએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. 

ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના તેમજ ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા સુવિધા ઉભી કરવામાં આવી છે. જે અન્વયે ૧૭-ખેડા લોકસભા મતવિસ્તારના ૧૧૫-માતર, ૧૧૭-મહેમદાવાદ અને ૧૧૯-ઠાસરા વિધાનસભા મતવિસ્તારોમાં દિવ્યાંગ તથા વરીષ્ઠ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેમના ઘરે પહોંચ્યું હતું.

જેમાં માતર વિધાનસભા મતવિસ્તારમાં ૫૩ વરીષ્ઠ અને ૩૦ દિવ્યાંગ મતદારો, મહેમદાવાદ વિધાનસભા મતવિસ્તારમાં ૩૪ વરીષ્ઠ અને ૧૧ દિવ્યાંગ, ઠાસરા વિધાનસભા  મતવિસ્તારમાં ૬૫ વરીષ્ઠ અને ૨૦ દિવ્યાંગ મતદારો નોંધાયા હતા. જે પૈકી માતરમાં ૫૦ વરીષ્ઠ અને ૨૯ દિવ્યાંગ, મહેમદાવાદમાં ૩૩ વરીષ્ઠ અને ૧૧ દિવ્યાંગ તથા ઠાસરામાં ૨૬ વરીષ્ઠ અને ૧૭ દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

માતર, મહેમદાવાદ અને ઠાસરા વિધાનસભા મતવિસ્તારોના ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૧૦૯ અને ૪૦ ટકા કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ ૫૭ મતદારોઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૯ એપ્રિલના રોજ ૧૧૬-નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં તથા ૩૦ એપ્રિલના રોજ ૧૧૮- મહુધા અને ૧૨૦-કપડવંજ વિધાનસભા મતવિસ્તારમાં હોમ વોટિંગ યોજાશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎