:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ગુજરાતમાં 5 કરોડ મતદારોમાંથી 1.16 કરોડ યુવા: 12,20,438 કરશે પ્રથમ વખત મતદાન..

top-news
  • 24 Apr, 2024

ગુજરાતમાં લોકસભાની સામાન્ય તેમજ વિધાનસભાની પેટાચૂંટણી માટે 7મી મે એ મતદાન થવાનું છે. જેમાં ત્યારે રાજ્યના  મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી મુજબ આશરે પાંચ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચુંટણી કમિશનરની ઓફિસ દ્વારા મતદારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ યાદી માં સમયાંતરે સુધારણા કરવામાં આવતા હોય છે, અને ત્યારબાદ નવી યાદી બહાર પાડવામાં આવતી હોય છે.

નવી બહાર પાડવામાં આવેલી યાદી મુજબ રાજ્યના છેલ્લા આંકડા પ્રમાણે 4,97,68,677 મતદારો નોંધાયા છે. તેમજ આ યાદી મુજબ18 થી 19 વર્ષના યુવા મતદારોની સંખ્યા 12,20,438 થવા જાય છે, જેમને પ્રથમ વખત મતદાન કરવાની તક મળશે.રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા 5મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં 4.94 કરોડ મતદારો હતા.

પરંતુ 9મી એપ્રિલે મળેલી નવી અરજીઓ પૈકી 3,19,209 મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 મહિલા અને ત્રીજી જાતિના 1534 મતદારોનો સમાવેશ થાય છે.મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15મી માર્ચ 2024 સુધીમાં અરજી કરનારા તમામ નાગરિકોને એપિક કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં 27મી એપ્રિલે અમદાવાદમાં બીજો સ્ટેટ લેવલ પોસ્ટલ બેલેટ એક્સચેન્જ ફેર યોજાશે.

હાલમાં રાજ્યમાં ૨5 સંસદીય મતવિસ્તારોમાં 49,140 મતદાન મથકોમાં મતદાન થશે ,જેની કુલ 27,555 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે.

7મી મે ના રોજ યોજાનારી ચૂંટણી માટે 27મી એપ્રિલ સુધીમાં ઇવીએમના બીજા રેન્ડમાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.જે પૈકી અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગના 1820 મતદાન મથકોમાં 2 BUનો વપરાશ થશે. એ ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણીઓમાં 1282 મતદાન મથકોમાં મતદાન થશે.

રાજ્યમાં 85 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા 18,490 વરિષ્ઠ મતદારો તેમજ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા4211 દિવ્યાંગ મતદારો મળી કુલ 22,701 મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી છે. આ ઉપરાંત આવશ્યક સેવાઓમાં રોકાયેલા 5518 મળી કુલ 28,219 ફોર્મ-12D મળ્યાછે.મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો વિષે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન લોકેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન કરવા જવાનું છે તે અંગે મતદારો મૂંઝવણ અનુભવતા હોય છે.

જે માટે 28મી એપ્રિલે રાજ્યમાં નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બુથ લેવલ ઓફિસર સવારે 9થી 12:30 સુધી મતદાર યાદી સાથે મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થા વિષે માહિતગાર કરશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎