:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ગુજરાતમાં 13,600થી વધુ બુથ સંવેદનશીલ જાહેર: કુલ મતદાન મથકો છે. 50,787....

top-news
  • 23 Apr, 2024

ગુજરાતમાં લોકસભાની ચુંટણી ૭ મેના રોજ યોજવાની છે. જેમાં 50,787 બૂથછે. જે પૈકી 13,600થી વધુ બુથ સંવેદનશીલ છે. આ તમામ સંવેદનશીલ બૂથો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 27 % બૂથ સંવેદનશીલ પર દરેક બૂથ પર 4 SRP જવાનો હાજર રહેશે. SRPની કુલ 112 પૈકી 10 કંપનીના સશસ્ત્ર જવાનોને મતદાન મથકની સુરક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં 450 સંવેદનશીલ મથકોમાં ઘટાડો થયો છે. દરમિયાનમાં ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 23 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધયોજાવાની છે. એકમાત્ર ભરૂચ બેઠક પર ભારત આદિવાસી સેનાના ઉમેદવાર દિલીપ છોટુ વસાવા મેદાનમાં હોવાથી ત્રિકોણિય જંગ થવાની સંભાવના દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપના 26, કોંગ્રેસના 23 અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો મેદાનમાં છે.
 ગુજરાતમાં મતદાન પહેલાં કોંગ્રેસના સત્તાવાર તેમજ ડમી ઉમેદવાર ફોર્મ રિજેક્ટ થતાં અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી

લેતાં સુરત લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તેથી આ બેઠક પર મતદાન થવાનું નહીં હોવાથી રાજ્યમાં 25 બેઠકો માટે મતદાન થશે. રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં પણ સીધી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના પક્ષપલ્ટુ એવા અર્જુન મોઢવાડિયા પોરબંદર અને સીજે ચાવડા વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

વાઘોડિયા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસની તરફેણમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતાં આ બેઠક પર પણ સીધી ટક્કર બન્ને મુખ્ય પાર્ટીઓ વચ્ચે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎