:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગુજરાતથી UP-બિહાર જવા માટે ખાસ સુવિધા : પરપ્રાંતિય મુસાફરો માટે શરૂ કરી 5 સ્પેશિયલ ટ્રેન...

top-news
  • 22 Apr, 2024

ગુજરાત વર્ષોથી વેપાર માટે જાણીતો પ્રદેશ છે. દેશના અન્ય પ્રાંતોથી મજૂરો કામ કરવા અર્થે અંહી આવતા રહયા છે. પરંતુ અન્ય પ્રાંતથી અંહી ગુજરાત આવવા અને પાછા જવા માટે પરિવહનની સેવા ઘણી ઓછી હોવાથી તેમને પુષ્કળ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વધુમાં હમણાં દેશમાં લોકસભાની ચુંટણીઓ પણ શરૂ થઈ ગઈ છે. તેથી નાગરિકોને પોતાનો મત આપવા માટે દેશમાં જવા-આવવાની સુવિધાજો વધુ સારી મળતી હોય તો તેઓ તેનો ઉપયોગ કરી શકે .  તેની સાથે શાળાઓમાં પણ હમણાં વેકેશનની શરૂઆત થઈ રહી હોવાથી હમણાં રેલ્વે પર મુસાફરોનું ભારણ વધુ હોવાનું જણાઈ રહ્યું છે. 

તેથી હવે પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ ડિવિઝનમાં આવતા સુરતના ઉધના રેલવે સ્ટેશનથી UP-બિહાર જવા માટે વધુ કેટલીક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ વિશેષ ભાડા પર પાંચ જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર, રેલવે ઉધના સ્ટેશન પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યું છે. રેલ્વે પરપ્રાંતિય મજૂરો અને અન્ય મુસાફરોની સુવિધા માટે ટ્રેનો ચલાવી રહી છે. સ્ટેશન પર ભીડને કાબૂમાં રાખવા માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ટ્રેન આવે ત્યારે નાસભાગ થવાની કોઈ શક્યતા નથી. ટ્રેન નંબર 09125, 09013, 09123 અને 09061 માટે બુકિંગ આજથી શરૂ થશે.  

1. ટ્રેન નં. 09125/09126 બાંદ્રા ટર્મિનસ-સહરસા સ્પેશિયલ [2 ટ્રીપ] 2. 09115/09116 ઉધના-છાપરા સ્પેશિયલ (અનામત) [2 ટ્રીપ] 3. ટ્રેન નં. 09013/09014 ઉધના-માલદા ટાઉન-પાલધી સ્પેશિયલ [2 ટ્રીપ] 4. ટ્રેન નં. 09123/09124 વાપી-આસનસોલ-રતલામ સ્પેશિયલ [2 ટ્રીપ] 5. ટ્રેન નં. 09061/09062 વાપી-ભાગલપુર-રતલામ સ્પેશિયલ [2 ટ્રીપ]

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎