:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

શહેરના ટ્રાફિક કર્મીઓ સાથે મજાક ....??? હજારોના સ્ટાફમાં ત્રણ જ એસી હેલ્મેટ !!!!

top-news
  • 16 Apr, 2024

ચુંટણી પહેલા રાજકીય પક્ષો પ્રચાર કરતી વેળાએ પ્રજાને લોભાંમણા વાયદા કરતી હોય છે. અને આ દરેક વાયદાઓ પૂર્ણ થતા જ  હોય છે. એવું હમેશા બનતુ નથી .  એમાંથી કેટલીક યોજનો કાગળ પર જ રહી જતી હોય છે, જ્યારે કેટલીક યોજનાઓનો અમલ અશત પણ થતો હોય છે. એવો જ  વાયદો સરકારદ્વારા કરવામાં આવ્યો હતો ,જેનો આંશિક અમલ થયો ,વધુમાં આ આયોજના અમલમાં આવે તે પહેલા જ  તે કોઇ કારણસર અધૂરી રહી ગઈ . 

 આવા વાયદાઓ માનો એક વાયદો ટ્રાફિક પોલીસ માટે કર્યો હતો , પરંતુ શહેર પોલીસના કેટલાક પ્રોજેક્ટો માત્ર કાગળ પર અમલી થયા તેમ લાગી રહ્યું છે.  જેમાંનો એક વર્ષ 2023ના ઉનાળામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ટ્રાફિક પોલીસકર્મીઓ પ્રત્યે હમદર્દી દાખવી એસીવાળા હેલ્મેટનું વિતરણ કર્યું હતું. તે સમયે પાયલોટ પ્રોજેક્ટના નામે ત્રણ હેલ્મેટ અપાયા હતા. તેનો ઉપયોગ કરાયા બાદ તે અંગે ગાંધીનગર પોલીસ ભવનમાં અભિપ્રાય અપાયો હતો.

જો કે બાદમાં તે વિષય બંધ ચેમ્બરોમાં જ બંધ થઇ ગયો હોય તેવો ઘાટ ઘડાતા ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે મજાક કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. માત્ર ત્રણ એસી હેલ્મેટ સાથે તીવ્ર ગરમીમાં પોલીસ જવાનો કામ કરી રહ્યા છે. આ બાબતનું કોઇ નિરાકરણ લાવવામાં ન આવતા અનેક ચર્ચા થઇ રહી છે. 

ઉનાળામાં ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ફિલ્ડ પરના પોલીસ કર્મીઓને લૂ ન લાગે તે માટે ઠંડા પીણા, ઓઆરએસ વગેરે અપાતા હોય છે. ગત વર્ષે ગાંધીનગરમાં બેસતા ઉચ્ચ અધિકારીઓએ પાયલોટ પ્રોજેક્ટના નામે અમદાવાદ ટ્રાફિક પોલીસકર્મીઓને ત્રણ એસી હેલ્મેટ આપ્યા હતા. આ એસી હેલ્મેટનો ઉપયોગ કરાયા બાદ અધિકારીને તેનો રિવ્યૂ આપવામાં આવ્યો હતો. 

જો કે તે બાબત અધિકારીની ચેમ્બરમાં જ રહી ગઇ અને એક વર્ષ વિતી જવા છતાંય એસી હેલ્મેટનો પ્રોજેક્ટ આગળ વધારવો કે નહીં તે બાબતે કોઇ નિર્ણય લેવાયો નથી. અમદાવાદ ટ્રાફિક વિભાગના હજારો જવાનોની વચ્ચે માત્ર ત્રણ એસી હેલમેટ ઉપલબ્ધ હોવાથી સ્ટાફમાં નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે, આ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસે નહીં પણ વડોદરા શહેર પોલીસે સારી રીતે આગળ ધપાવ્યો છે. 

​​​​​​​ગાંધીનગર પોલીસ ભવનમાં એસી ચેમ્બરમાં બેસતા ઉચ્ચ અધિકારીઓને ફિલ્ડ પર ફરજ બજાવતા કર્મીઓની સ્થિતિની જાણકારી નહીં હોય માટે એસી હેલ્મેટનો પાયલોટ પ્રોજેક્ટ ખોરંભે ચઢી ગયો છે તેવી ચર્ચા છે. ગતવર્ષે એસી હેલ્મેટનો પ્રોજેક્ટ શરૂ થતાં ફોટા પડાવીને સંતોષ માન્યો હતો. જો કે આ જ પ્રકારનો પ્રોજેક્ટ વડોદરા શહેરમાં પણ શરૂ કરાયો હતો. વડોદરા શહેર ટ્રાફિક વિભાગમાં 400 ટ્રાફિક જવાનો છે. તેમના માટે કુલ 225 એસી હેલ્મેટ વસાવાયા છે. આ જવાનો તેવી હેલ્મેટ પહેરી ફરજ બજાવે છે. આમ, વડોદરા શહેર જવાનોના સ્વાસ્થ્ય વિશે હમદર્દી દાખવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎