:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મતદાન જાગૃતિ માટે નવતર અભિયાન : રોજ ૮ થી ૧૦ કિમી કરે છે સાયકલ પ્રવાસ ..

top-news
  • 15 Apr, 2024

{ખાસ અહેવાલ }

તે એક સાયકલ પ્રવાસી છે.ના તે કોઇ વિશ્વ પ્રવાસે નિકળયા નથી ,તેઓ સાયકલ લઇને અમદાવાદ શહેરમાં જન જન સુધી એ સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે કે મતદાન અવશ્ય કરજો ...

પાંચમી એપ્રિલનાં રોજ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર બાબુલાલ શેઠ, નિવૃત BSNL, દ્વારા પોતાના ૬૮ માં જન્મ દિવસે અમદાવાદનાં સારંગપુર ખાતે આવેલ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબજી પ્રતિમાનાં સ્થળેથી આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ નાં સંદર્ભે સાઈકલ પર સતત એક માસ સુધી પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાં એલ ઈ ડી લાઈટ, રાષ્ટ્રધ્વજ તથા માઇક થી સજ્જ સાઈકલ સાથે પ્રવાસ કરી વધુ મતદાન જાગૃતિનાં હેતુસહ જ સાયકલ યાત્રાનો શુભારંભ કલેકટર કચેરીનાં અમદાવાદ જીલ્લાનાં સ્વીપનાં નોડલ ઓફીસર ડો.યોગેશ આર પારેખ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું.

તેમની સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે મારો મુખ્ય હેતુ એજ છે કે આપણી લોકશાહી તો વિશ્વમાં પ્રખ્યાત છે જ એની સાથો સાથ આપણું લોકતંત્ર મજબૂત બને તે હેતુથી મેં મારી આ સાયકલ યાત્રા શરૂ કરી છે. હું જો મારાં વિચારની વાત કરું તો હું છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યકર્તા તરીકે કાર્ય કરી રહ્યો છું જેથી મારું પોતે એવુ માનું છું આપણા દેશમાં મતદાન ખુબ જ ઓછું થઈ રહ્યું છે અને સાથે લોકોમાં મતદાન માટે જાગૃતિ પણ નથી.મારા એક આ નવતર પ્રયોગથી આવનાર ચૂંટણીમાં અમદાવાદ શહેરનું મતદાન વધુમાં વધુ થયા અને સુંદર સરકાર બને તેવી મને આશા છે.

જેથી હું દિવસ દરમિયાન ૮ થી ૧૦ કિમી સાઇકલ ચલાવી અમદાવાદની દરેક સોસાયટી /ચાલી વગેરે જગ્યામાં મારી સાયકલ લઈને જાવ છું  અને લોકોને અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરજો જેથી એક મજબૂત સરકાર બને હું ઘણા વિસ્તારમાં જોઉં છું ત્યાં મતદાતા મારી સાયકલ અને મારુ બેનર જોઈને મારી જોડે આવીને પૂછતા હોય છે કે અમારે કોને વોટ આપવો જોઈએ મારો જવાબ એક જ હોય છે કે પાર્ટી જોઈને નહીં પણ ઉમેદવાર જોઈને વોટ આપવો જોઈએ.

આવનાર એક મહિના સુધી હું અમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં મારી સાયકલ યાત્રા કરીશ અને આશરે ચારથી પાંચ હજાર કિલોમીટર સુધીનો મારો લક્ષ્ય છે. મારી ઉંમર પણ છે તેમ છતાં હું વિચારું છું કે હજુ પણ આ યાત્રા આગળ વધારીશ.આ સાથે હું પત્રકાત્વ સાથે પણ જોડાયેલો છું વિસ્તારમાં પડતી સમસ્યાનો અવાજ બનીને તત્રનું ધ્યાન દોરું છું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎