AMC સંચાલિત બગીચાઓની દયનીય હાલત, શહેરીજનો હેરાન , ના ટૉયલેટ, ના પીવાનું પાણી...
- 13 Apr, 2024
રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં લોકો ગરમીથી બચવા માટે આવીને બેસતા હોય છે. કોર્પોરેશનના ગાર્ડનમાં છાંયડો હોવાથી ઠંડકમાં લોકો બેસવા માટે તેમજ સવાર -સાંજ ચાલવા માટે , કસરત કરવા આવતા હોય છે. પરંતુ જો ગાર્ડનમાં પીવાનું પાણી ન મળે તો ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ જતાં હોય છે.
રાજ્યમાં ગરમીમાં પ્રમાણમાં વધારો થતા લોકો આરામ કરવા માટે છાંયડો શોધતા બગીચામાં આવે છે પણ પૂરતી વ્યવસ્થા તેમને મળતી નથી. મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડોના ખર્ચે તૈયાર કરેલા ગાર્ડનમાં પાણી માટેની યોગ્ય વ્યવસ્થા જ નથી.પીવાના પાણી માટે ગાર્ડનમાં વોટર કૂલર તો લગાવ્યા છે પણ ધૂળ ખાઈ રહ્યા છે. વોટર કૂલર ચાલુ કરવાની સાથે તેમનું મેન્ટેનેન્સ કરવા માટે અધિકારીઓને રસ પણ ધરાવતા નથી .
સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ગાર્ડનમાં તો ટોયલેટની સુવિધા પણ સારી હોતી નથી. આવી ગરમીમાં માણસને પાણીની તરસ લાગે. તે ઉપરાંત સવારે વોકીંગ કરવા માણસો આવતા હોય. જેમાં વૃદ્ધ હોય કે કોઈ બાળક હોય, તે લોકોને પાણીની સાથે ટોયલેટની જરૂરીયાત હોય જ. ઉપરાંત અત્યારે વેકેશનની શરૂઆત થશે. તેથી સામાન્ય જનમાણસ પણ અહીંયા જ આવવાનાં છે. ઘણા બગીચાઓમાં પાણી માટે વોટર કુલર તો હોય છે પણ તે ઘણા સમયથી બંધ હોય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક 293 જેટલા ગાર્ડન છે. જેમાં મોટા ભાગના ગાર્ડનમાં પીવાના પાણી માટે વોટર કૂલર લગાવવામાં આવ્યા જ નથી. તો જ્યાં કરોડોનો ખર્ચ કરી વોટર કૂલર લગાવ્યા છે ત્યાં મેન્ટેનેન્સ પણ થતું ન હોવાથી જનતાના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. કેટલાક ગાર્ડન એવા પણ છે કે જેમાં વોટર કૂલર ન હોવાથી સ્થાનિકોએ પોતાના ખર્ચે પીવાના પાણી માટે કુંડીઓ મૂકી છે. મળતી વિગત મુજબ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટેની બગીચાઓમાં કોઈ વ્યસ્થા જ નથી. જેને કારણે સવાર અને સાંજે ગાર્ડનમાં આવતા લોકોને તકલીફ પડે છે. અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને ગાર્ડન તો ઘણા સારા બનાવ્યા છે ,પરંતુ જો તેમાં આવતા લોકોને માટે પીવાના પાણીની તેમજ ટોયલેટની સુવિધા વ્યવસ્થિત કરે તો જનતા તેનો લાભ ઉઠાવી શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ