:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

સરકારી શાળામાં એડમિશન લેવા પડાપડી , અહો આશ્ચર્ય ..!!! ડોક્ટર્સ, વકીલો પણ દીકરા માટે ફોર્મ લેવા લાઇનમાં લાગ્યા..

top-news
  • 08 Apr, 2024

આવનારા વર્ષે પોતાના બાળક માટે ઍડ્મિશન લેવા માટે દરેક વાલી ખુબ જ ઉત્સાહભેર લાઇનમાં ઊભો રહે તો એમાં કાંઈ નવાઈ પામવા જેવી વાત નથી, હા પણ જો વાલી સરકારી શાળામાં પ્રવેશ માટે લાઇન લગાવીને ઊભો રહે તો ચોક્કસ અચરજ લાગી શકે છે, એવી જ એક ઘટના સુરતની એક સરકારી શાળામાં ઍડ્મિશન લેવા માટે બની હતી .

પ્રાપ્ત મહિતી અનુસાર હાલમાં સુરતમાં આવેલી મહાનગરપાલિકા સમિતિની શાળા મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થતા જ એડમિશન માટે મોટી-મોટી લાઈનો જોવા મળી. સરકારી શાળામાં એડમિશન લેવા માટે જાણે વાલીઓ પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જ્યાં નજર જઈ રહી છે વાલીઓ જ વાલીઓ જોવા મળી રહ્યા છે.

મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં બાલ વાટિકાથી ધોરણ 8 સુધીનો અભ્યાસ થાય છે. જેમાં આજે નામ નોંધણી કરવામાં આવશે.જેને લઈ મોટી સંખ્યામાં વાલીઓ અહીં પહોંચ્યા છે.ગત વર્ષે 4200 ફોર્મ ભરાયા હતા અને 3 હજાર જેટલું વેઈટીંગ હતું. જ્યારે આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ છે.

સરકારી શાળામાં એડમિશન માટે આટલી મોટી કતારમાં વાલીઓ ઉભા છે. વહેલી સવારથી આ શાળામાં પોતાના બાળકને એડમિશન અપાવવા માટે વાલીઓ લાઈનો લગાવીને ઉભા છે.
આ સાથે જ વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરવા માટે મોટી ફીનો ખર્ચ ઉઠાવવો પડતો નથી. ડિજિટલ બોર્ડ, કોમ્યુટર કલાસ, સ્માર્ટ કલાસ સહિતની સુવિધા ઉપલબ્ધ છે અને વાલીઓનો મત મુજ  અહીંયા બાળકોને ઉત્તમકક્ષાના શિક્ષકો અભ્યાસ કરાવે છે.

સુરતની આ શાળામાં એક કેમ્પસમાં ત્રણ સરકારી શાળાઓ આવેલી છે. જેમાં એક અંગ્રેજી મીડિયમ, બે ગુજરાતી મીડિયમની શાળા આવેલી છે. આ શાળામાં વકીલો, ડોકટર્સ સહિતના વ્યવસાયમાં જોડાયેલા લોકોના સંતાનો અભ્યાસ કરે છે. અહીં મધ્યાહન ભોજનની સાથે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ શાળા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎