:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ગરમીમાં હવેથી શેકાવું નહીં પડે, ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ 100 જેટલા સિગ્નલ પર 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બ્લિકર મુકાશે..

top-news
  • 02 Apr, 2024

હોળી બાદ દેશમાં ગરમીની શરૂઆત થઇ જતી હોય છે, પરંતુ હવે તો જળવાયુ પરિવર્તન ને કારણે તો ગમે ત્યારે ગરમી, ઠંડી અને વરસાદનો અનુભવ થઈ રહ્યો છે, એવામાં રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. અને  હવામાન વિભાગ દ્વારા પણ વિવિધ સ્થળોએ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સામાન્ય લોકો ગરમીમાં શેકાઇ રહ્યાં છે ત્યારે ગરમી વધતા ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં શહેરના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી આ 100 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. તેમજ હેવી ટ્રાફિક સિગ્નલનો સમય પણ ઘટાડવામાં આવશે. જેથી ગરમીમાં વાહનચાલકોને ઉભું ન રહેવું નહીં પડે. ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતાંની સાથે જ વાહનોની ગરમી અને આકરા તડકાથી ચામડી તતડવા લાગે છે. જેના કારમે છેલ્લા કેટલાય વર્ષોથી ટ્રાફિક વિભાગ દ્વારા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદીઓને બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર ઉભુ રહેવુ પડશે નહી.

ટ્રાફિક વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરે 12 વાગ્યાથી લઇને 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ 305 સિગ્નલ છે. જેમાંથી 20 સિગ્નલ બંધ હાલતમાં છે. તે સિવાય 100 જેટલા સિગ્નલ પર બપોરે 12-4 વાગ્યા સુધી બ્લિકર મુકવામાં આવશે. આ તમામ પોઈન્ટ પર પોલીસની હાજરી હશે જેથી ટ્રાફિકનું નિયમન પણ થઈ શકે.

આ સિવાય કોર્પોરેશન સાથે મળી મોટા ચાર રસ્તા પર ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મંડપ પણ બંધાશે તેથી સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને આકરો તાપ સહન ન કરવો પડે.અમદાવાદ શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર આ સિસ્ટમ લગાવાશે. જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. આ સિસ્ટમ કોર્પોરેશન આગામી સમયમાં લાવવા જઈ રહ્યું છે.

જેના કારણે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવુ નહી પડે. એટલે કે જો ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે જેનો દોઢ મિનિટ સમય હોય અને ત્યાથી 60 સેકન્ડમાં ટ્રાફિક હળવો થઈ જાય, તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે. જેથી સામેના સિગ્નલના ચાલકોને જલ્દી નીકળવા મળશે. એટલે કે વાહન ચાલકોનો સમય બચશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎