:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ચકલી સંરક્ષણ હેતું 2010માં વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત થઈ : પાંજરામાં પુરાયેલી ચકલીનું જીવન સરેરાશ 12 થી 14 વર્ષ ....

top-news
  • 20 Mar, 2024

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે લુપ્ત થવા જઈ રહેલા પશુ પંખીઓને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવે છે, એમાજ 20  માર્ચના વિશ્વ ચકલી દિવસ તરીકે ની ઉજવણી કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ રાજ્યમાં ઠેર ઠેર ચકલી દિવસની ઉજવણી થાય છે. ત્યારે અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકામાં પ્રથમ વખત એક સાથે 10000 ચકલીનાં માળા અને 1000 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. માળા અનોખી રીતે તૈયાર કરવામાં આવ્યાં છે.

સતીષ પાંડેએ જણાવ્યું હતું કે, એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. તેના સંરક્ષણ હેતું વર્ષ 2010માં વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. તેથી જ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલીના માળાનાં વિતરણ કરવામાં આવશે. આ વર્ષે કંઈક અલગ માળા તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ વખત અમરેલી જિલ્લામાં એક સાથે 10,000 જેટલા માળાઓ અને 1000 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા લોકોનાં નિવાસસ્થાન સુધી પહોંચી અને યોગ્ય રીતે ચકલી વિશેની માહિતી આપવામાં આવશે અને આ માળો લગાવવામાં આવશે.

સતીશ પાંડે એ વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રિના સમયે માતાજીની આરાધના કરવા માટે ઘરે લાવવામાં આવેલા ગરબા મંદિર ખાતેથી એકત્ર કરવામાં આવ્યા હતા. 1000 થી વધુ ગરબા એકત્ર કરી અને ચકલીના માળા તૈયાર કરવામાં આવ્યા હતા અને તમામનું ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વિતરણ કરી અને ચકલી બચાવવા માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા માળામાં ચકલીનો માળો કઈ જગ્યાએ લગાવવો જોઈએ અને કઈ જગ્યાએ ન લગાવવો જોઈએ.તેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચકલીના પ્રિય વૃક્ષોની માહિતી આપવામાં આવી છે. ચકલી સરેરાશ 4 થી 5 વર્ષનું જીવન જીવે છે.જ્યારે ડેનમાર્કમાં એક જંગલી ચકલી 18 વર્ષ અને 9 મહિના સુધી જીવિત રહી હતી. એક જંગલી ચકલી માટે વર્લ્ડ રેકોર્ડ છે. પાંજરામાં પુરાયેલી ચકલી સરેરાશ 12 થી 14 વર્ષ જીવે છે.

ફ્રાંસની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડીયશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎