રાજકોટના જસદણમાં ગમખ્વાર અકસ્માત, કારની અડફેટે બે ભાણીઓ સાથે મામાનું મોત...
- 13 Mar, 2024
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો દિવસે ને દિવસે વધતોજ જાય છે અટકવાનું નામ લેતો નથી. વિવિધ જગ્યાએ સર્જાતા અકસ્માતમાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવે છે. ગઇકાલે રાજકોટના જસદણ ખાતે થયેલા અકસ્માતમાં બે ભાણી સહિત મામાએ જીવ ગુમાવ્યો છે. એકસાથે પરિવારમાં 3 મોત થતાં પરિવારમાં શોકની લાગણઈ છવાઇ ગઇ હતી
રાજકોટના જસદણમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ આવતી કારે બાઈકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં મામા અને બે ભાણેજના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં અજય સદાદિયા, કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયાનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અજયભાઈ સદાસિયા પોતાની બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા અને માહી રણછોડભાઈ ઓળકિયા પોતાની બાઈકમાં બેસાડીને બાખલવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં અજયભાઈ અને માહીનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે કિંજલને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, આજે સવારે તેણે પણ દમ તોડી દીધો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ