:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કર્મચારીઓનું આજે પેનડાઉન ,ત્યારબાદ 9મીએ ગાંધીનગરમાં આંદોલન જૂની પેન્શન યોજના, કરાર આધારિત ભરતીની નીતિ બંધની માગ...

top-news
  • 06 Mar, 2024

સરકારના કર્મચારીઓએ આજે પેનડાઉન આંદોલન કરવાની જાહેરાત કરી હતી તે મુજબ તેમની વિવિધ પડતર માંગણીઓને જો સંતોષવામાં નહીં આવે તો તેઓ આજે પેન ડાઉન કરશે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આ આહ્વાન કરવામાં આવ્યું છે.  કર્મચારીઓ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવશે , તેમણે 4 માર્ચ સુધી સરકારને અલ્ટિમેટમ અપીને તેમને જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ ફિક્સ પે સ્કેલ હટાવવાની ઉપરાંત બીજી અનેક કર્મચારીઓની માંગ હતી. 

ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય કાર્મચરી સંયુકત મોરચા દ્વારા આજે સરકારી શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓ આજે ફરજ પર હાજર રહીને અનોખો વિરોધ કરશે..... કર્મચારીઓના વણઉકલ્યા પ્રશ્ને લઇને વિરોધ નોંધાવશે..... રાજ્યની તમામ સરકારી કચેરી અને સરકારી શાળામાં પેન ડાઉન શૂટ ડાઉન અને ચાલક ડાઉનના કાર્યક્રમ કરીને વિરોધ પ્રદર્શન થશે.... જૂની પેન્શન યોજના લાગુ કરો, ફિક્સ પગાર પ્રથા બંધ કરવા જેવા મુખ્ય પ્રશ્ન સહિત પડતર પ્રશ્ને આંદોલનાત્મક કાર્યક્રમ શરુ થશે.... સરકારને 9મી સુધી અંતિમ મુદત આપવામાં આવી છે.... ત્યારબાદ 9મીએ ગાંધીનગરમાં આંદોલન કરશે...... કર્મચારીઓની માંગ અંગે સરકારનું ધ્યાન દોરવા મતદાન સહિતના કાર્યક્રમો યોજશે.....

પેન ડાઉન આંદોલન હેઠળ :
 
1. શાળાએ જઈ શિક્ષક હાજરીપત્રકમાં સહી કરશે. 2. બાળકોના હાજરીપત્રકમાં બાળકોની હાજરી પુરીશું. 3. પરંતુ બાળકો કે શિક્ષકોની હાજરી ઓનલાઈન પુરીશું નહી. 4. સીઆરસી/બીઆરસી મિત્રો લોકેશન ઉપર જઈશું પરંતુ કામગીરીથી અળગા રહીશું. 5. શાળામાં S.I આવે તો કોઈ માહિતી આપીશું નહી. 6.કોઈ તાલુકા કે જિલ્લ કચેરીમાં અધિકારી સાથે માહિતી આપે લે કરીશું નહી. 7. તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીથી દૂર રહીશું. 8. શાળા કક્ષાએ બાળકોને લગતા કોઈ પ્રમાણપત્ર બનાવીશું નહી. 9.પેનડાઉન- એટલે શિક્ષણ કાર્યથી અળગા રહીશું. 10. ચોક ડાઉન એટલે શિક્ષણ કાર્યથી અળગા રહીશું. 11. સટડાઉન- લેપટોપ, કોમ્પ્યુટર શટડાઉન મોડમાં જ રાખીશું

લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાને લઈને રાજ્ય સરકાર અને કર્મચારી યુનિયનો સામસામે આવી ગયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને પગલે કર્મચારી યુનિયનોએ મહામતદાન, પેન ડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની જાહેરાત કરી છે. માંગણીઓના બેલેટ પેપર છપાવી શૈક્ષણિક કાર્યથી દૂર રહીને મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ પણ જો નિર્ણય નહીં આવે તો 9 માર્ચના એક લાખથી વધુ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામના નામના પતાકા, સાફા પહેરી ગાંધીનગરમાં મહાપંચાયત યોજશે.

વિવિધ મંડળો તરફથી પડતર માંગણીઓ જૂની પેન્શન યોજના, કરાર આધારિત ભરતીની નીતિ બંધ કરવાની માગ સહિતના મુદ્દાને લઈ પેન ડાઉન આંદોલન છેડાયું છે.તેથી આજે  અપાયેલા પેન ડાઉન, ચોક ડાઉન, શટ ડાઉન કાર્યક્રમને લઈ રાજ્યનો સામાન્ય વહીવટ વિભાગ એકશનમાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે તમામ વિભાગીય વડાઓને સંબોધીને પરિપત્ર કર્યો કે જે કર્મચારીઓ આ કાર્યક્રમ હેઠળ સરકારી કામગીરીથી અળગા રહે અને પોતાની નિયમિત કામગીરી ન કરે તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે.     
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎