:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

હર્ષ સંઘવીની વિધાનસભામાં મોટી જાહેરાત, પોલીસમાં 11 હજાર ભરતી ,ફાસ્ટ્રેક મોડમાં પરીક્ષાઓ

top-news
  • 28 Feb, 2024

રાજ્યમાં પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં 11 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિધાનસભામાં જાહેરાત કરી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ વિધાનસભામાં પોલીસ ભરતી અંગે જવાબ આપતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSI ની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPF ની પણ ભરતી કરાશે. પોલીસ વિભાગમાં આવનારા સમયમાં 11 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષાની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે.

આ સાથે ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે. છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે. સાથે ગૃહમંત્રીએ તે પણ જણાવ્યું કે, વસ્તીના ધોરણે અમદાવાદ પોલીસની ઘટ કેટલી છે તે અંગે ગુજરાત વિધાનસભામાં ડેટા સાથે આંકડાકીય માહિતી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં પોલીસ ઘટ વિશે સવાલ કર્યો હતો. તેના જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ આ તમામ વિગતો આપી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎