:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ગુજરાત હોટ ડેસ્ટિનેશન બન્યું ડ્રગ્સ માફિયાઓ માટે ...!!! પોરંબદરના દરિયા થી પકડાયું .... 3000 કિલો ડ્રગ્સ????

top-news
  • 28 Feb, 2024

કોઈપણ વેપાર કરવા માટે ગુજરાત એક ઉત્તમ સ્થળ તો છે જ તેથી અંગ્રેજો પણ દરિયાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. વેપાર કરવા માટે દરિયાઈ માર્ગ સહેલો પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ જોખમ દાયક, હાલ ગુજરાતનો દરિયાથી અનેક જોખમો દેશમાં આવી રહયા છે. તેથી દરિયો દેશની સુરક્ષા માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. દરરોજ રાજ્યના દરિયા કિનારાના વિવિધ સ્થળેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.

વારંવાર ડ્રગ્સ મળવાના સમાચાર ગુજરાતીઓ માટે નવા નથી. એવામાં ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવ્યું છે.  3000 કિલો ડ્રગ્સ મળી આવતા ભારે હડકંપ મચી ગયો છે. ગુજરાતના દરિયા કિનારેથી ભારતીય નૌકાદળ, NCB અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશનના પરિણામે ભારતીય દરિયાઈ સરહદે 3100 કિલો ડ્રગ્સ જપ્ત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય નૌકાદળના આ સંયુક્ત ઓપરેશનમાં શકમંદો ઈરાનથી જહાજમાં હશીશ અને અન્ય માદક દ્રવ્યો લઈ જઈ રહ્યા હતા.બે દિવસ દરિયામાં રહ્યા બાદ ભારતીય નૌકાદળે પ્રાદેશિક જળ સીમામાં પ્રવેશેલી શંકાસ્પદ બોટને અટકાવી હતી અને તપાસ કરતાં બોટમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવાયા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. સમુદ્ર માંથી ઇતિહાસનો સૌથી મોટા ડ્રગ્સનો જથ્થો ઝડપી પડ્યો હતો. હજુ સુધી ઝડપાયેલા ડ્રગ્સની કિંમતનો ચોક્કસ આંકડો તો સામે આવ્યો નથી પરંતુ માનવામાં આવે છે કે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 20 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હોઇ શકે છે.

3000 કિલો ડ્રગ્સ સાથે 5ની ધરપકડ કરવામાં આવી છે. 5 શકમંદો પાકિસ્તાની હોવાની આશંકા છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓ હવે તેમની પાસેથી ડ્રગ્સ વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે.ડ્રગ્સ ક્યાં અને કોને મોકલવાના હતા અને ડ્રગ્સ મેળવનાર કોણ હતું અને આ ડ્રગ્સમાં અન્ય કેટલા લોકો સામેલ છે? તેની તપાસ ચાલી રહી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 2950 કિગ્રા હાશિશ, 160 કિગ્રા મેથેમ્ફેટામાઇન, 25 કિગ્રા મોર્ફિનનો સમાવેશ થાય છે.

દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવાયું છે. ચોક્કસ બાતમીના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો,ઇન્ડિયન નેવી,કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ હતું. ડ્રગ્સની સાથે ઝ઼ડપાયેલા પાંચેય ખલાસીઓ ઇરાનના હોવાનું અને બોટ પણ ઇરાનની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ખલાસીઓ પાસેથી સેટેલાઇટ ફોન અને અન્ય સામગ્રી કબજે કરાઇ છે. ખલાસી ક્યાના છે તે તપાસ બાદ જ સામે આવશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎