:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઋષિકેશ પટેલ : રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત છેલ્લા બે વર્ષમાં પાંચ G.M.E.R.S. કૉલેજની મંજૂરી સાથે ૫૦૦ બેઠકો વધી

top-news
  • 27 Feb, 2024

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યની G.M.E.R.S. સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવીન પાંચ જીએમઇઆરએસ મેડિકલ કૉલેજ નો ઉમેરો કરાયો છે. જેના અંતર્ગત નવીન ૫૦૦ મેડિકલ બેઠકો વધી છે.

તદ્અનુસાર રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી એ વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્ધારા GMERS હેઠળ છેલ્લા ૨૦ વર્ષમાં ૧૩ નવી મેડીકલ કોલેજો અંતર્ગત સ્નાતક કક્ષાની કુલ ૨૧૦૦ અને અનુસ્નાતકની કુલ ૩૦૦ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જીએમઇઆરએસની ૧૩ કોલેજોના સંચાલન માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે રૂ.૫૨૪૪ કરોડની રકમ ફાળવી છે.જેની સામે ટ્યુશન ફી ની આવક રૂ.૨૨૧૬ કરોડ થઇ છે. યુ.જી.ની ૨૧૦૦ તથા પી.જી.ની ૩૦૦ મળી કુલ રૂ.૨૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૧૭૪૩ વિદ્યાર્થી સરકારની  વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ જેવી કે MYSY, કન્યા કેળવણી, પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના, CMSS યોજના તેમજ ફ્રી શીપ કાર્ડ યોજનાઓનો લાભ મેળવી ફી માં રાહત મેળવતાં હોય છે.

આ ઉપરાંત ૮ કોલેજોના બાંધકામ માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રૂ.૪૨૮૭ કરોડ ફાળવેલ છે. નવી ૫ કોલેજોને રાજ્યના ૪૦ % અને કેન્દ્રના ૬૦ % લેખે ૯૭૬ કરોડ ફાળવવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. વર્ષ ૨૦૨૩-૨૪માં જીએમઇઆરએસ હસ્તકની ૧૩ મેડીકલ કોલેજોની ટ્યુશન ફીની થનાર અંદાજીત આવક રૂ.૩૭૫.૦૦ કરોડ સામે ૧૩ કોલેજો અને ૧૪ હોસ્પિટલોના અંદાજીત રૂ.૧૨૫૦.૦૦ કરોડનો ખર્ચ થવાનો છે.

જેની સામે સરકાર તરફથી કોલેજો અને હોસ્પિટલોના ખર્ચ માટે રૂ.૮૪૩.૨૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. મંત્રી એ રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કૉલેજના સંચાલન સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં ૬ સરકારી મેડીકલ કોલેજોમાં યુ.જી.ની ૧૪૦૦ બેઠકો તથા પી.જી. ની ૧૩૨૯ બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકારે રૂ.૮૯૫ કરોડની જોગવાઇ કરેલ છે. જેની સામે ફી ની આવક માત્ર રૂ.૭.૩૭ કરોડ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎