જે પી નડ્ડાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય : ગુજરાતની વધતી જતી તાકાત કે પછી અન્ય કોઈ જવાબદારી ...
- 19 Feb, 2024
સમગ્ર દેશમાં લોકસભાની ચુંટણી પહેલા અચાનક જ રાજકારણ માં ગરમાવો આવી ગયો છે. પાર્ટીઓ પોતાના ક્યા સભ્યને ક્યાંથી ટિકિટ આપવી કે નહીં અપાવી તેમાં વયસ્ત જોવા મળી રહ્યા છે. એવામાં ગુજરાતમાં ગત અઠવાડિયાનું રાજકારણ ખૂબ જ મહત્ત્વદાયી રહ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરાયું હતું.
ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધા છે, જે નિર્ણય સૌ કોઈને ચોંકાવી દીધા છે. રાજકીય ચર્ચા એવી ચાલી રહી છે કે જેપી નડ્ડાને કઈ રણનીતિ હેઠળ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. શું આ ગુજરાતની વધતી જતી તાકાત છે કે પછી અન્ય કોઈ જવાબદારી સોંપાશે.
રાજકીય વિશ્લેષકો ચર્ચા કરી રહ્યા છે, કે તેઓના ગૃહ રાજ્યને છોડીને જેપી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. ભાજપમાં ગુજરાતનું મહત્વ પહેલા કરતા વધી રહ્યું છે. એવું નથી કે આવું પહેલીવાર બન્યું છે. કારણ કે જ્યારે સમગ્ર દેશમાં ભાજપના માત્ર 2 સાંસદો હતા તેમાંથી એક ગુજરાતના મહેસાણાના હતો.
જો કે એ નવી વાત નથી કે ભાજપમાં ગુજરાત કે ગુજરાત સંગઠનની ભૂમિકા મોટી છે પરંતુ ગુજરાતમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષને તેમના ગૃહ રાજ્ય છોડીને મોકલવાને મોટા સંદેશ હોઈ શકે. જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધતા એમ પણ કહ્યું હતું કે આ તેમના માટે ગર્વની ક્ષણ છે. કારણે તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાં જવાની તક મળી છે જેના માટે તેમણે કેન્દ્રીય નેતૃત્વ મંડળનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સાથો સાથે તેમણે સૌભાગ્યની વાત પણ કહી હતી.
ગુજરાત હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જે છે 156 બેઠકોની જીતીનો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાંથી આવે છે સાથો સાથ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાંથી છે. જેપી નડ્ડા પહેલા અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
ભાજપે જે પણ નવા રાજકીય પ્રયોગો કર્યા છે તેની ગુજરાત પ્રયોગશાળા કહેવાય છે. જેમાં તેમ ઉદાહરણ રૂપે પછી ચૂંટણી લડ્યા વિના મુખ્યમંત્રી બનવાનો નિર્ણય હોય કે, નો રિપીટ થિયરી. ભાજપે આ બધું ગુજરાતમાંથી જ શરૂ કર્યું છે.
ગુજરાતમાંથી રાજ્યસભાની 4 બેઠકો માટે ભાજપ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોમાં સૌથી મોખરે નામ જેપી નડ્ડાનું છે. તે બ્રાહ્મણ સમાજનો ચહેરો છે. તેમના પછી હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ મોટો ચહેરો છે. જે લેઉવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજો અને ચોથા ચહેરાઓમાં ભાજપે OBC સમુદાયના બે ચહેરાઓને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે.
જેમાં એક છે ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ મયંક નાયક અને બીજા છે ડો.જસવંતસિંહ પરમાર. મયંક નાયક પાર્ટીનો એક એવો સામાન્ય કાર્યકર છે, જે દરેક ચૂંટણીમાં પોસ્ટર અને બેનરો બનાવવાથી લઈને બૂથ પર મતદારો સુધી પહોંચવા સુધી પાર્ટી માટે કામ કરે છે. વર્તમાનમાં તેઓ ગાંધીનગર લોકસભાના પ્રભારી છે. સાથો સાથ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લોકસભા ચૂંટણીની રણનીતિ પર કામ કરે છે.ચોથા ઉમેદવાર ડો.જસવંતસિંહ પરમાર છે. જેઓ એક વખત બળવાખોર બની ચૂક્યા છે, તેમ છતાં પાર્ટીએ તેમનામાં વિશ્વાસ દર્શાવ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ