ખુશ ખબર: સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 266 જગ્યાઓ માટે ભરતી બહાર ...
- 15 Feb, 2024
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓની ભરતી કરાશે અને આજથી 1 માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ