:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પકડાયેલા ટ્રકને પોલીસને સોંપાયા : ગેરકાયદેસર ઘટના બનશે તો કડક સજા થશે :હર્ષ સંઘવી

top-news
  • 14 Feb, 2024

ખાણ અને ખનીજ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષોમાં રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર પકડાયેલા ટ્રેકને પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. જેને અસલી ટ્રક માલિકો દ્વારા ભૂસ્તરશાસ્ત્રીના નકલી હુકમો રજૂ કરીને ખોટી રીતે છોડાવી ગયેલા તમામ ટ્રકને પોલીસે પરત જપ્ત કર્યા છે.

આ નવી મોડેસ ઓપરેન્ડી સાથે જોડાયેલા ૧૨ જેટલા ઇસમોની પણ ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે, તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, છેવાડાના માનવીના કલ્યાણ માટે રાજ્ય સરકાર કોઈપણ યોજના અમલ બનાવતી હોય છે. રાજકોટ જિલ્લામાં બનેલી આ ઘટના એક નવીન મોડસ ઓપરેન્ડી હતી. ગ્રાફિક્સ ડિઝાઇનની મદદથી આ ઈસમો દ્વારા નકલી હુકમો બનાવ્યા હતા. આ ઘટના- ગેરરીતીને વહીવટી તંત્રએ સામેથી તપાસ કરીને પકડી છે.

આ ઘટના બાદ આવી કોઈ પણ ગેરરીતી કે નકલી હુકમોની ઘટનાના બને તે માટે સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગોને સામેથી જાણ કરી છે. આ પ્રકારની કોઈપણ ઘટના બનશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે અને કડક સજા કરવામાં આવશે તેમ મંત્રીએ ગૃહમાં પેટા પ્રશ્નનો ઉત્તર આપતા ઉમેર્યું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎