ઇઝરાયલ-હમાસ યુદ્ધઃ ફરી એક વાર દરિયામાં ઇઝરાયલી જહાજનો અપહરણ
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27112023_054230_Israeli-ship.jpg)
- 27 Nov, 2023
ઈઝરાયલ સાથે સંકળાયેલા વધુ એક જહાજને નિશાન બનાવવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના યમનના દરિયા કિનારે અદેનમાં બની છે. જહાજના મેનેજમેન્ટનું કામ જોડિયાક મેરિટાઈમ કરે છે. જોડિયાકે રવિવારે કહ્યું કે ઈઝરાયલ સાથે સંકળાયેલા એક જહાજનું યમનના તટ નજીક અદેનની ખાડીમાં અજાણ્યા લોકોએ અપહરણ કરી લીધું છે.
જોડિયાકે એક નિવેદનમાં કહ્યું કે જહાજ પર સવાર ચાલક દળના 22 સભ્યોની સુરક્ષા આપણી પ્રાથમિકતામાં છે. કંપનીએ કહ્યું કે જહાજનો કેપ્ટન તૂર્કીયેનો હતો. જોકે ચાલક દળમાં રશિયન, વિયેતનામી, બુલ્ગારિયા, ભારતીય, જ્યોર્જિયા, ફિલિપિનો નાગરિકો સામેલ છે.
આ જહાજમાં ફોસ્ફોરિક એસિડ ભરેલું છે. એક ખામગી ર્ફમ એમ્બ્રેએ કહ્યું કે સેન્ટ્રલ પાર્ક નામના જહાજને નિશાન બનાવાયું છે. રવિવારે અદેનની ખાડીમાંથી આ જહાજને જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ