:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તોનું ઘોડાપૂર દ્વારકા ઊમટ્યું: સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઇ રહી છે 5251મી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ .....

top-news
  • 26 Aug, 2024

જન્માષ્ટમીનો આ પવિત્ર તહેવાર આજે  સમગ્ર ભારતમાં ઉજવવામાં આવી રહ્યો છે. શ્રી કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો, તેથી જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભક્તો વ્રત રાખે છે અને વિધિપૂર્વક શ્રી કૃષ્ણની પૂજા કરે છે. મથુરામાં, તમને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો એક અલગ રંગ જોવા મળશે કારણ કે મથુરા શ્રી કૃષ્ણનું જન્મસ્થળ છે. આવી સ્થિતિમાં મથુરામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્યારે  વૃંદાવનમાં ઉજવણીઓ એક વિશેષ આકર્ષણ ધરાવે છે, કારણ કે આ બે પવિત્ર શહેરો કૃષ્ણના જન્મ અને પ્રારંભિક જીવન સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલા છે..
આ શહેરોના મંદિરોસુંદર ફૂલોની ગોઠવણી, ચમકદાર ઝુમ્મર અને વાઇબ્રન્ટ કાપડ સાથે જીવંત બનાવે છે, જે એક મંત્રમુગ્ધ વાતાવરણનું નિર્માણ કરે છે .  શેરીઓ ભક્તિ અને ઊર્જાથી ભરેલી છે, અને ભજનોના અવાજ અને ધૂપની સુગંધથી હવા ગાઢ છે. મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમીની ઉજવણીને અન્ય કોઈ બીજા અનુભવ  સાથે સરખાવી  ન  શકાય . જેમાં રાસલીલા, ભજન, કીર્તન અને પ્રવચનો જેવા કાર્યક્રમો કેન્દ્ર સ્થાને છે. રાસલીલાઓ, ખાસ કરીને, અન્ય ગોપીઓ સાથે કૃષ્ણ અને રાધાના જીવન અને પ્રેમ કથાઓનું નાટકીય પુનઃપ્રસાર છે. બંને વ્યાવસાયિક કલાકારો અને સ્થાનિક ભક્તો આ વાર્તાઓને મથુરા અને વૃંદાવનના વિવિધ સ્થળોએ જીવંત બનાવે છે

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદ સાથે ભક્તો દ્વારકાના જગતમંદિરમાં ઉમટી પડ્યાં છે . દ્વારકાધીશ જગતમંદિરે  ધામધૂમથી ભક્તો સાથે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે.યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવવાની હોવાથી મંદિર વહીવટદારની યાદી અનુસાર શ્રીજીનાં દર્શનના સમયમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 6થી 8 મંગળા આરતી, સ્નાન અભિષેકના દર્શન સવારે 8 વાગે, રજભોગ (દર્શન બંધ) સવારે 10 વાગે, જનમાષ્ટમી મહોત્સવના આરતી દર્શન રાત્રે 12 વાગે, અનોસર (મંદિર બંધ) રાત્રે 2.30 વાગ્યાનો રહેશે.જન્મોત્સવની ઉજવણી દરમિયાન દર્શન માટે લાખો ભક્તો દ્વારકા આવવાના હોવાથી અલગ અલગ જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે એ માટે રસ્તાઓને વન-વે જાહેર કરાયા છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.



 કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. રણછોડજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે . ભક્તો ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવ કરી રહ્યા છે, ત્યાર બાદ મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. ભગવાનને સોનાના પારણામાં બિરાજમાન કરાશે. આ પહેલાં પંરપરાગતનો મોટો મુગટ ભગવાન ધારણ કરવામાં આવશે. ત્યારે ડાકોર મંદિરમાં નક્કી કરવામાં આવેલા શ્રીજીનાં દર્શનના સમય સવારે 6.30થી 6.45 સુધી, અનોસર (મંદિર બંધ) બપોર 1થી 4.45 સુધી, ઉથ્થાન આરતી સાંજે 5 વાગે, જન્માષ્ટમી મહોત્સવના આરતી દર્શન રાત્રે 12 વાગે થશે.

જન્માષ્ટમીના દિવસે શામળાજી યુવક મંડળ દ્વારા બપોરે એક વાગ્યે ભવ્ય ઠાકોરજીની શોભયાત્રા કાઢવામાં આવી છે. શોભાયાત્રા બેન્ડવાજા સાથે શામળાજી નગરમાં ફરી રહ્યા છે. આ શોભાયાત્રામાં શામળાજી યુવા મંડળ દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં 108 મટકીઓ બાંધીને શોભાયાત્રામાં જોડાયેલા યુવકો અને ભક્તો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે . દિવસ દરમિયાન ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથની વૈદિક પૂજા થઈ રહી  છે. ભગવાનના જન્મોત્સવ અગાઉ રાત્રે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી મંદિર પરિસરમાં લાલજી મહારાજના ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાશે. દિવસ દરમિયાન લાખો ભક્તો ભગવાન શામળિયાનાં દર્શનનો લાભ લેશે. ભગવાનનો જન્મોત્સવ રાત્રે 12 કલાકે ઊજવાશે.