15 ઓગસ્ટે સતત 11મી વખત ત્રિરંગો લહેરાવશે વડાપ્રધાન મોદી : આ સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીના ખાસ મહેમાનો લાલ કિલ્લા પર જોવા મળશે
- 12 Aug, 2024
દેશના ઇતિહાસમાં ૨૦૨૪માં નવું નવું થઈ રહ્યું છે ત્યારે લાલ કિલ્લાના ઇતિહાસમાં પણ એ પ્રથમ વખત હશે કે જ્યારે કોઈ વડાપ્રધાને સતત ૧૧મી વખત તિરંગો લહેરાવ્યો હોય. એ શ્રેય વડાપ્રધાન મોદીના ફાળે જાય છે. જ્યારે 15 ઓગસ્ટે ફરી એકવાર લાલ કિલ્લાની પ્રાચી પરથી તેઓ દેશવાસીઓને સંબોધિત કરશે.જવાહરલાલ નેહરુ પછી તેઓ બીજા વડાપ્રધાન હશે જેઓ અહીંથી સતત 11 વખત રાષ્ટ્રને સંબોધિત કરશે.
પોતાની ત્રીજી ઇનિંગની શરૂઆતમાં તે સરકારની પ્રાથમિકતાઓને દેશની સામે રજૂ કરી શકે છે અને ભારતને વિકસિત દેશ બનાવવાનો રોડ મેપ આપી શકે છે. આ સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીના ખાસ મહેમાનો લાલ કિલ્લા પર જોવા મળશે.પીએમ મોદી હંમેશા કહે છે કે તેમની સરકારનું ધ્યાન જ્ઞાન પર છે એટલે કે ગરીબ, યુવાનો, અન્નદાતા અને મહિલાઓ. પીએમ મોદીએ ઉલ્લેખ કરેલા આ ચાર વર્ગોના પ્રતિનિધિઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ તમામ લોકો લાલ કિલ્લા પર હાજર રહેશે.
મહેમાનો 11 કેટેગરીમાં વિભાજિતઆ ચાર કેટેગરીના લગભગ ચાર હજાર મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. મહેમાનોને 11 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ, યુવા બાબતો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયોને ખેડૂતો, યુવાનો અને મહિલા મહેમાનોને આમંત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ, આદિજાતિ બાબતો, શિક્ષણ અને સંરક્ષણ મંત્રાલયોએ પણ મહેમાનોની યાદી તૈયાર કરાઇ ગઈ છે .
આ સિવાય નીતિ આયોગ પણ મહેમાનોને આમંત્રિત કરી રહ્યું છે. વધુમાં આ વર્ષે ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ભારતીય ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં આવી શકે છે એવી માહિતી મળી રહી છે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં એકંદરે 18 હજારથી વધુ લોકો હાજર રહી શકે છે એવી શક્યતાઓ વર્તાઇ રહી છે અને તે અંગે પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.
૧૫મી ઓગસ્ટ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા ખાસ ટ્રાફિક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે જેથીસામાન્ય જન-માણસને કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ 15 ઓગસ્ટ પહેલા નોઈડાથી દિલ્હી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે એવી પણ ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી છે. આ સાથે 15 ઓગસ્ટ પહેલા દિલ્હીના તમામ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
દિલ્હી પોલીસની નજર દરેક જગ્યાએ છે, પછી ભલે તે સુરક્ષા પોઈન્ટ પર સૈનિકોને તૈનાત કરતી હોય, વાહનોની તપાસ કરતી હોય કે પછી ડ્રોન દ્વારા તેના પર નજર રાખવાની હોય. દિલ્હી પોલીસ દરેક ખૂણે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખી રહી છે. સ્વતંત્રતા દિવસ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા એક એપ બનાવી છે જે સુરક્ષાના દૃષ્ટિકોણએ મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે.
આ એપનું નામ ઇ-પ્રાઇવેટ જે માત્ર દિલ્હી પોલીસ માટે જ બનાવવામાં આવ્યું છે. પરંતુ તેનો ઉપયોગ સામાન્ય લોકો કરી શકતા નથી ફક્ત પોલીસકર્મીઓ જ આ એપનો ઉપયોગ કરી શકે છે. તેના દ્વારા દિલ્હીના લાલ કિલ્લાની નજીક રહેતા લોકોની માહિતી ચકાસી શકાય છે.દિલ્હી પોલીસે 15 ઓગસ્ટ પહેલા જ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરી લીધી છે અને સ્થાનિક લોકોને પણ ડ્રોન ન ઉડાડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે હાલમાં લાલ કિલ્લાની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે અને જો તેઓ આમ કરે છે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.