આજે દેશભરમાં ડૉક્ટરોની હડતાળ : મહિલા ડૉક્ટરના દુષ્કર્મ-હત્યાંના મામલે કરવામાં આવી આ જાહેરાત ,જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ
- 12 Aug, 2024
દેશમાં ફરી એક વાર નિર્ભયા જેવો હત્યાકાંડ બન્યો હોવાનું સામે આવ્યું છે, કલકત્તા જેવા મેટ્રો શહેરમાં આ ભયાનક ઘટના બની હતી. બનાવની વિગત મુજબ શહેરની એક હોસ્પિટલના 31 વર્ષીય લેડી ડોક્ટર પર રેપ કર્યા બાદ તેની નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ આ હત્યાને આત્મહત્યામાં બદલવાની કોશિશ કરવાની ઘટના બની હતી. આ ઘટનાના વિરોધમાં કોલકાતામાં રેસિડેન્ટ ડૉક્ટરોના સંગઠન એફઓઆરડીએએ આજે સમગ્ર દેશમાં હડતાળની જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજના સુપરીન્ટેન્ડેન્ટ ડૉક્ટર સંજય વશિષ્ટ દ્વારા શુક્રવારે કોલેજના ત્રીજા માળે સેમિનાર હોલમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર સુઈ રહ્યાં હતા ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો. ડોક્ટરે પ્રતિકાર કર્યો હતો પરંતુ આરોપીએ તેને ગૂંગળાવીને મારી નાખી હતી ,પરંતુ તે ડોક્ટર મરી ગઈ છે કે નહીં તે જાણવા માટે સંજય રોયે તેમને ફરી ગૂંગળાવી નાખ્યાં હતા. ત્યારબાદ એવી પણ સંભાવનાઓ જણાવાઇ રહી છે કે છે કે મર્ડર બાદ આરોપીએ ડોક્ટરનો મોડે સુધી રેપ કર્યો હતો. વહેલી સવારે જ્યારે તાલીમાર્થી મહિલા ડૉક્ટર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો .
આ મહિલા મેડિકલ કોલેજમાં જ પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા ડોક્ટરના શરીરના ઘણા ભાગો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું, તેના ચહેરા પર ઇજાઓ અને નખ હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને નાની આંગળી અને હોઠ પર પણ ઈજાઓ થઈ હતી. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જણાયું હતું.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાના વિરોધમાં કોલકાતામાં રેસિડેન્ટ ડૉક્ટરોના સંગઠન એફઓઆરડીએએ સોમવારે સમગ્ર દેશમાં હડતાળની જાહેરાત કરી છે. તેમણે બધા રાજ્યોની સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડૉક્ટર્સને આ હડતાળમાં જોડાવા વિનંતી કરી છે. બીજીબાજુ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ જવાબદાર લોકોની ધરપકડ કરવા અને તેમની માગો પૂરા કરવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
31 વર્ષીય લેડી ડોક્ટર મોમિતા દેબનાથના ઘાતકી રેપ અને મર્ડરમાં આરોપીની પૂછપરછ, સંજોગોવશાત્ પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે ભયાનક ખુલાસા થયા છે. આ ભયાનક હત્યાકાંડને અંજામ આપનાર આરોપી સંજય રોય સિવિલ વોલિન્ટિયર છે . જેમણે પરોઢિયે 4 વાગ્યે આ ભયાનક હત્યાકાંડ આચર્યો હતો. આરોપી ગુનેગાર સંજયને દારૂ પીને અશ્લીલ ફિલ્મો જોવાનું વ્યસન હતું. ઘટનાની રાત્રે તે ઘણી વખત હોસ્પિટલની અંદર-બહાર કરતો જોવા મળ્યો હતો.
આરોપી દારૂ પીવા માટે હોસ્પિટલ પાછળ તેના ઘરે ગયો હતો. ત્યાં તેણે દારૂ પીને પોર્ન ફિલ્મો જોવાનું શરૂ કર્યું. તે સંજય રોય વિકૃત માનસિકતાવાળો છે કારણ કે તે પોતાના મોબાઈલમાં જે પ્રકારની પોર્ન ફિલ્મો જોતો હતો તે લોકો સામાન્ય રીતે જોતા નથી.આ ભયાનક કાંડ પછી આરજી કર મેડિકલ કોલેજના સુપરીન્ટેન્ડેન્ટ ડૉક્ટર સંજય વશિષ્ટને સ્વાસ્થ્ય વિભાગે હટાવવાનો આદેશ આપ્યો છે. તેમના સ્થાને હોસ્પિટલના ડીન બુલબુલ મુખોપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી છે.
મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર પણ પીડિતા માટે ન્યાયની માગણી કરતા સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હોસ્પિટલમાં કામકાજ બંધ છે.કોલકાતા પોલીસે શનિવારે મહિલા ડૉક્ટર પર બળાત્કાર-હત્યા બદલ એક આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરતા ૧૪ દિવસની પોલીસ અટકાયતમાં મોકલી દેવાયો હતો. આરોપી હવે ૨૩ ઑગસ્ટ સુધી પોલીસની કસ્ટડીમાં રહેશે. જ્યાં આ કેસ અંગે તેની પૂછપરછ કરાશે.જુનિયર ડૉક્ટરોનું કહેવું છે કે પોલીસે માત્ર એક આરોપીની ધરપકડ કરી છે પરંતુ આ ભયાનક હત્યાકાંડમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે.