આ વાત જાણો છો ખરા: મોદી ત્રીજી વખત PM તો બન્યા પણ તેમને સૌથી શક્તિશાળી મંત્રાલય કોને આપ્યા? શાં માટે ?
- 11 Jun, 2024
ત્રીજી વખત બનેલી એનડીએ સરકારમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી થઈ ગઈ છે. ગઠબંધનના દબાણ છતાં સરકારે તેના મહત્વના મંત્રાલયોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. સરકારના ચાર સૌથી શક્તિશાળી મંત્રાલય બીજેપીની પાસે છે.
ગૃહ મંત્રાલય અમિત શાહની પાસે રહેશે. રાજનાથ સિંહને એક વખત ફરી રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયની જવાબદારી એસ.જયશંકરને સોંપવામાં આવી છે. જ્યારે નાણાં મંત્રાલયની જવાબદારી નિર્મલા સીતારમણને આપવામાં આવી છે.
ગૃહ, રક્ષા, વિદેશ અને ફાઈનાન્સ આ ચારેય મંત્રાલય સરકારમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આ ચારે્ય મંત્રાલય કેબિનેટ કેમિટી ઓનો સિકિયોરિટી એટલે કે સીસીએસનો હિસ્સો પણ હોય છે. સુરક્ષા સાથે સંકળાયેલા નિર્ણયો લેનારી સર્વોચ્ચ સમિતિ હોય છે. આ કમિટીના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. આ ચારેય મંત્રાલયોએ બીજેપીએ પોતાની પાસે રાખ્યા છે એવું નથી પરંતુ તેના પ્રમુખ પણ એ જ લોકો છે જે મોદી 2.0માં હતા. તો ચાલો સમજીએ આ ચારેય મંત્રાલય કેટલા શક્તિશાળી હોય છે. તે અંગે વિગતે.
1. ગૃહ મંત્રાલય
મંત્રીઃ અમિત શાહ ગૃહ મત્રી. નિત્યાનંદ રાય અને બંદી સંજય કુમારને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
બજેટ: 2024-25 માટે ગૃહ મંત્રાલય માટે 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ રાખવામાં આવ્યું છે. કુલ બજેટના 4 ટકાથી વધુ ગૃહ મંત્રાલયને મળે છે.
2. રક્ષા મંત્રાલય
મંત્રી: રાજનાથ સિંહને ફરીથી રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. બીજેપી સાંસદ સંજય શેઠને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
બજેટ: રક્ષા મંત્રાલયનું બજેટ 6.21 લાખ કરોડ રૂપિયાનું છે. કુલ બજેટના સાડા 12 ટકા રક્ષા મંત્રાલયની પાસે છે.
3. વિદેશ મંત્રાલય
મંત્રી: રાજ્યસભાના સાંસદ એસ.જયશંકરને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. બીજેપી સાંસદ કીર્તિવર્ધન સિંહ અને પબિત્રા માર્ગેરિટાને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
બજેટ: 2024-25માં વિદેશ મંત્રાલયને 22,154 કરોડ રૂપિયાનું ફન્ડ મળે છે. તે કુલ બજેટના 0.46 ટકા છે.
4. નાણાં મંત્રાલય
મંત્રીઃ નિર્મલા સીતારમણને એક વખત ફરી નાણાં મંત્રી બનાવવામાં આવ્યા છે. યુપીની મહારાજગંજ સીટથી બીજેપી સાંસદ પંકજ ચૌધરી ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં રાજ્ય મંત્રી છે.
બજેટ: નાણા મંત્રાલયનું પોતાનું કોઈ બજેટ હોતું નથી. 2024-25માં નાણાં મંત્રાલયે 47.65 લાખ કરોડ રૂપિયાનું બજેટ ઈસ્યું કર્યું હતું.