:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

મણિપુરમાં ઉગ્રવાદીઓએ કર્યો હુમલો: CMની એડવાન્સ સુરક્ષાની ટીમ પર કુકી ઉગ્રવાદીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો, 2 જવાન ઘાયલ

top-news
  • 10 Jun, 2024

મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહની એડવાન્સ સુરક્ષા ટીમ પર કુકી ઉગ્રવાદીઓએ ધાત લગાનીને હુમલો કર્યો છે. જિરીબામ જઈ રહેલી અગ્રિમ સુરક્ષા ટીમ પર ઉગ્રવાદીઓએ ત્યારે હુમલો કર્યો, જ્યારે આ ટીમ સીએમના મંગળવારના પ્રવાસ પહેલા જિરીબામ જઈ રહી હતી. મંગળવારે સીએમએ જિરીબામની મુલાકાતે જવાના હતા.

સીઆઈડી રાજ્ય પોલીસ, સીઆઈએસએફ જવાન સહિત 2 સુરક્ષા કર્મચારીઓ આ હુમલામાં ઘાયલ છે. એક ઘાયલને ઈમ્ફાલ મોકલવામાં આવ્યો છે. જિરીબામમાં છેલ્લા 2 દિવસથી હિંસાના સમાચાર આવી રહ્યાં છે અને અહીં સ્થિતિ તણાવપૂર્ણ છે. આ જ સ્થિતિની મુલાકાત લેવા માટે મણિપુરના સીએમ બીરેન સિંહ મંગળવારે જિરીબામની મુલાકાતે છે. 

નામ ન કહેવાની શરતે અધિકારીઓએ જણાવ્યું કે અગ્રિમ સુરક્ષા દળ ઈમ્ફાલથી જિરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો. ત્યારે સવારે લગભગ 10.30 વાગ્યે રાષ્ટ્રીય હાઈવે-37 પર કાંગપોકપી જિલ્લાના કોટલેનની પાસે ટી લાઈજાંગ ગામમાં હુમલો થયો હતો. આ દરમિયાન બે સુરક્ષા કર્મચારી ઘાયલ થયા છે. હાલ પોલીસ કમાન્ડો અને અસમ રાઈફલ્સની સંયુક્ત ટીમ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે. 

સીએમ સિંહ 6 જૂને અજ્ઞાત હુમલાખોરો દ્વારા એક વ્યક્તિનું માથું કપાઈ ગયા પછી જિલ્લામાં થયેલી તાજેતરની હિંસાના સિલસિલામાં મંગળવારે જિરીબામ જિલ્લાની મુલાકાતે હતા. આ ઘટનામાં 70 જેટલા ઘર, કેટલાક સરકારી કાર્યાલયમાં આગ લગાવવામાં આવી હતી. તેના પગલે ઘણાં બધા લોકો આ વિસ્તારમાંથી ભાગી ગયા હતા.